એર ઇન્ડિયાનો આદેશ : ફ્લાઇટમાં પાલયટ સ્પેશિયલ ખાવાનું મંગાવી નહી શકે
એર ઈન્ડિયા (File Photo)
ભારતની સરકારી એર લાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના બધા જ પાયલટ માટે આદેશ કર્યો છે. એર ઇન્ડિયાએ પાયલટને આદેશ આપતા કહ્યું છે કે ફ્લાઇટમાં પોતાના માટે કઇ પણ વિશેષ ખાવાનું મંગાવે નહી. કંપનીનું કહેવું છે કે આ કાયદા અને નિયમ વિરૂદ્ધ છે. ફ્લાઇટમાં તમામ ક્રુ મેમ્બરોએ એજ ખાવાનું ખાવું જોઇએ જે કંપની દ્રારા આપવામાં આવે છે.
શું કહ્યું કંપનીના ડાયરેક્ટર અમિતાભ સિંહે...?
કંપનીના ડાયરેક્ટર ઓપરેશન અમિતાભ સિંહએ કહ્યું છે કે ફલાઈટમાં માત્ર મેડિકલ ગ્રાઉન્ડ પર સ્પેશિયલ ખાવાનું મગાવી શકાય છે. અમિતાભે વધુમાં જણાવ્યું હતું કે પ્રબંધનની નોટિસમાં આ વાત સામે આવી હતી કે ફ્લાઈટ દરમિયાન પાયલટ અને અન્ય સ્ટાફ પોતાના માટે સ્પેશિયલ ખાવાનું મંગાવે છે. આ સ્પેશિયલ ખાવામાં પિઝા, બર્ગર અને સૂપ જેવી ચીજોનો સમાવેશ થાય છે. સિંહનું કહેવું છે કે પાયલટના આ વલણથી એર ઈન્ડિયાનો ફૂડ બિલ ખર્ચ વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેનાથી ક્રૂ માટે ખાવાની વ્યવસ્થા કરવામં પણ મુશ્કેલી થઈ રહી છે. કંપની જે ખાવાનાનો ઉપયોગ કરે છે, તેનો પુરો ઉપયોગ થઈ રહ્યો નથી.
આ પણ વાંચો : આ છે આજના દિવસભરના મહત્વના સમાચાર
એર ઈન્ડિયાએ મુસાફરોના સૂચનો બાદ ફલાઈટ્સમાં મેનુ બદલવામાં આવ્યું છે. હવે કોલ્ડ ડ્રિન્ક્સ અને જ્યુસની જગ્યાએ આમ પના, છાશ અને લસ્સી મળશે. આ સિવાય બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.