Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Adani Green Energyના શેરોમાં ૯% તેજી, માત્ર ચાર જ દિવસમાં સ્ટોક ૫૦% વધ્યો

Adani Green Energyના શેરોમાં ૯% તેજી, માત્ર ચાર જ દિવસમાં સ્ટોક ૫૦% વધ્યો

Published : 02 December, 2024 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Adani Green Energy Shares: અદાણી ગ્રૂપ દ્વારા રદ કરાયેલા ડૉલર બોન્ડને ફરીથી શરૂ કરવાની યોજનાના સમાચારને કારણે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શુક્રવારે શેરબજાર (Share Market)માં સારા બંધ થયા બાદ સોમવારે (Share Market Today) સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) સપાટ સ્તર પર ખુલ્યા હતા. જો કે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે. તે જ સમયે, છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી અદાણી ગ્રુપના શેર (Adani Shares)માં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy Shares) નો શેર ૯ ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકા (America) દ્વારા અદાણી સામે લાંચ અને છેતરપિંડીના ષડયંત્રના આરોપો બાદ તાજેતરમાં આ વધારો નોંધાઈ રહ્યો છે.


સોમવારે, અદાણી ગ્રીન એનર્જીનો શેર 9.1% વધીને રૂ. 1,445 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર સવારે 1.7% વધીને રૂ. 855 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસ નજીવા વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે અદાણી પાવર 2% કરતા વધુના વધારા સાથે રૂ. 566 પર ટ્રેડ કરી રહ્યો હતો.



અદાણી ગ્રીન એનર્જી સામે લાંચ અને છેતરપિંડીના આરોપો અંગે કંપનીના ચેરમેન ગૌતમ અદાણી (Guatam Adani) દ્વારા જારી કરાયેલી સ્પષ્ટતા બાદ આ વધારો થયો છે. આ સાથે અદાણી ગ્રૂપ દ્વારા રદ કરાયેલા ડોલર બોન્ડને ફરીથી શરૂ કરવાની યોજનાના સમાચારે પણ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. કંપની ફેબ્રુઆરી સુધીમાં બેંક અથવા ખાનગી પ્લેસમેન્ટ દ્વારા $50 કરોડ એકત્ર કરવાની પણ યોજના બનાવી રહી છે.


નોંધનીય છે કે, અદાણી ગ્રીન એનર્જીના શેર છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોથી સતત સારી વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. ૨૬ નવેમ્બરના રોજ, અદાણી ગ્રીનના શેર લગભગ રૂ. 897 પર બંધ થયા હતા અને આજે તેઓ રૂ. 1,445 પર ટ્રેડ કરી રહ્યા હતા, જે લગભગ 50 ટકાનો વધારો દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં અદાણી ગ્રીન એનર્જીના સ્ટોકમાં 45% થી વધુનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રીનના શેરે 26.79% વળતર આપ્યું છે.


નિષ્ણાતો માને છે કે, આ સપ્તાહે બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. તેનું કારણ યુ.એસ.માંથી આવતા મહત્વપૂર્ણ આર્થિક ડેટા છે, જેમાં જોબ ઓપનિંગ, ADP એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ અને પેરોલ ડેટાનો સમાવેશ થાય છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અને અન્ય અધિકારીઓના નિવેદનો પણ બજારની દિશા નક્કી કરશે.

ભારતમાં રોકાણકારોનું ધ્યાન ૪ થી ૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પર રહેશે. વ્યાજ દર અંગેનો નિર્ણય ૬ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સિવાય રશિયા-યુક્રેન ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2024 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK