અદાણી ગ્રુપ તરફથી જાહેર કરવામાં આવેલી અમેરિકન બુટીક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જૂક્યૂજી પાર્ટનર્સે (GQG Partners) અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં 15,446 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
ફાઈલ તસવીર
હિંડનબર્ગ(Hindenburg)ની અસરમાંથી ઝડપથી બહાર નીકળતા ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીઓમાં બ્લૉક ડીલ જોવા મળી. અદાણી ગ્રુપ તરફથી દાહેર કરાવમાં આવેલી અમેરિકન બુટીક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જૂક્યૂજી પાર્ટનર્સે (GQG Partners) ગ્રુપની ચાર કંપનીઓમાં 15,446 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. ગુરુવારે આ સેકેન્ડરી ઈક્વિટી ટ્રાન્ઝેક્શન અથવા શૅરની ખરીદી કરવામાં આવી. આ કંપનીના ચૅરમેન ભારતીય મૂળના રાજીવ જૈન છે.
2016માં શરૂ કરી હતી ઈન્વેસ્ટમેન્ટ ફર્મ
રાજીવ જૈને વર્ષ 2016માં GQG પાર્ટનર્સની શરૂઆત કરી હતી અને આ ફર્મ ઑસ્ટ્રેલિયામાં રજિસ્ટર્ડ છે. આ ઈન્વેસ્ટમેન્ટ ફર્મે Adani Groupની જે કંપનીઓના શૅર ખરીદ્યા છે, તેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન (Adani Ports), અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), અદાણી એન્ટરપ્રાઈઝેસ લિમિટેડ (Adani Enterprises Ltd) અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) સામેલ છે.
ADVERTISEMENT
અદાણીની કંપનીઓમાં ખરીદ્યા આટલા શૅર
GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઈઝેસમાં 3.4 ટકા ભાગીદારી માટે લગભગ 5,460 કરોડ રૂપિયા, અદાણી પોર્ટ્સમાં 4.1 ટકા ભાગીદારી ખરીદવા માટે 5,282 કરોડ રૂપિયામાં, અદાણી ટ્રાન્સમિશનમાં 2.5 ટકા ભાગીદારી માટે 1898 કરોડ રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5 ટકા ભાગીદારી 2806 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જીક્યૂજીએ જે અન્ય ભારતીય કંપનીઓના શૅરમાં ઈન્વેસ્ટ કર્યું છે, તેમાં ITC, HDFC, RIL, ICICI Bank, SBI, Sun pharma, Infosys, Bharti Airtel, Tata Steel, HDFC AMC, JSW Steel જેવા મોટાનામ સામેલ છે.
કોણ છે રાજીવ જૈન?
ભારતમાં જન્મ્યા અને ઉછેર રાજીવ જૈન વર્ષ 1990માં મિયામી વિશ્વવિદ્યાલયથી MBA કરવા માટે અમેરિકા ગયા. ત્યાર બાદ તે 1994માં Vontobelમાં સામેલ થયા અને 2002માં સ્વિસ ફર્મના CIO બન્યા. તાજેતરમાં જ આવેલા બ્લૂમબર્ગના રિપૉર્ટ પ્રમાણે જ્યારે તેમણે માર્ચ 2016માં GQG પાર્ટનર્સ શરૂ કરવા માટે આ કંપની છોડી હતી, ત્યાં સુધી વોન્ટોવેલના ઈમર્જિંગ માર્કેટ ફન્ડે 10 વર્ષમાં કુલ 70 ટકાથી વધારે રિટર્ન આપ્યું હતું એટલે કે MSCI ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સના બમણાંથી પણ વધારે છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કર્યા PMના વખાણ, કેમ્બ્રિજમાં સરકારની આ નીતિને ગણાવ્યું સારું પગલું
રાજીવ જૈનને અદાણી પર વિશ્વાસ
સૌથી ખાસ વાત એ છે કે US બેઝ્ડ આ ફર્મ અદાણી ગ્રુપની કંપનીઓમાં એવા સમયે ઈન્વેસ્ટ કર્યું છે, જ્યારે સતત આના શૅરમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી આ રોજિંદી છલાંગ પણ મારી રહ્યા છે. રિપૉર્ટમાં રાજીવ જૈનના હવાલે કહેવામાં આવ્યું છે કે, `Adaniની કંપનીઓ આખા ભારત અને વિશ્વમાં કેટલી સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ Infrastructure Assetsનું મેનેજમેન્ટ કરે છે. ગૌતમ અદાણીને વ્યાપક રીતે તેમની પેઢીના સર્વશ્રેષ્ઠ ઉદ્યમિઓમાં માનવામાં આવે છે. અમારું માનવું છે કે આ કંપનીઓ માટે દીર્ધકાલિક વિકાસની શક્યતા પર્યાપ્ત છે અને અમે તે કંપનીઓમાં ઈન્વેસ્ટ કરીને ઉત્સાહિત છીએ, જે ભારતીય ઈકોનૉમી અને ઉર્જા પાયાના ઢાંચાના આગળ વધારવામાં મદદ કરશે.`