આ પાંચ દિવસ બંધ રહેવાની છે બેન્ક, એડવાન્સમાં પતાવી લેજો કામ
જો તમારે બેન્ક અંગેનું કોઈ પણ કામ હોય તો તેને એડવાન્સમાં પતાવી લેજો. કારણ કે આ મહિનાના અંતમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં બેન્ક સતત 5 દિવસ બંધ રહેવાની છે. 26 અને 27 સપ્ટેમ્બરે જુદી જુદી માગને કારણે બેન્ક કર્મચારીઓની હડતાળ છે. જેને કારણે બે દિવસ બેન્ક બંધ રહેશે. તો 28 સપ્ટેમ્બરે ચોથો શનિવાર હોવાથી બેન્ક નહીં ખૂલે. જ્યારે 29 સપ્ટેમ્બરે રવિવાર છે, એટલે બેન્કમાં રજા રહેશે. આમ સતત ચાર દિવસ બેન્ક બંધ રહેશે. તો 30 સપ્ટેમ્બરે બેન્કનું હાફ યરલી ક્લોઝિંગ છે. આ દિવસે બેન્ક તો ખુલશે, પરંતુ કામકાજ અને રોકડની લેવડ દેવડ નહીં થાય. તો ફરી 1 ઓક્ટોબરે બેન્ક ખુલશે. અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રજા રહેશે.
કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસે બેન્કના વિલય વિરુદ્ધ બેન્ક ઓફિસર્સ યુનિયને આપેલી બે દિવસની હડતાળને સમર્થન આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. AITUCએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું બેન્કોના મર્જર દ્વારા સરકાર ખાનગી ક્ષેત્રની બેન્કોને તક આપી રહી છે અને સંગઠન તેના વિરોધમાં છે.
ADVERTISEMENT
શ્રમિક સંગઠને પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે દસ બેન્કોને વિલય કરીને ચાર બેન્ક બનાવવાની સરકારની જાહેરાત બાદ સામાન્ય લોકો તેમજ બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. AITUCએ એ વાત તરફ ઈશારો કર્યો કે અત્યાર સુધીના બે મર્જરથી કોઈને કોઈ ફાયદો નથી થયો, કારણ કે દેવામાં ઘટાડો નથી થયો.
આ પણ વાંચોઃ 3 વર્ષની FD પર મળે છે 10.5 ટકાનું વ્યાજ, જાણો કઈ છે સ્કીમ
10 બેન્કોનું થશે મર્જર
30 ઓગસ્ટ 2019ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 10 સરકારી બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી. 10 બેન્કોનો વિલય કરીને 4 બેન્ક બનાવાઈ છે. પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્કનો વિલય કરાયો છે. તો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કને મિક્સ કરીને દેશની પાંચમી સૌથી બેન્ક બનાવાઈ છે. ઈન્ડિયન બેન્ક અને અલાહબાદ બેન્કનો વિલય કરીને દેશની સાતમી સૌથી બેન્ક બનાવાઈ છે. કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કનો વિલય કરીને દેશની ચોથી સૌથી મોટી બેન્ક બનાવવામાં આવી છે.