ઑપ્શન્સમાં ૬,૦૬,૫૭૬ કરોડ રૂપિયાનું અને ફ્યુચર્સમાં ૬૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સમાં એક જ દિવસમાં રેકૉર્ડબ્રેક ટર્નઓવર શુક્રવારે નોંધાયું હતું. સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર ૬,૦૬,૬૩૭ કરોડ રૂપિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ઑપ્શન્સમાં ૬,૦૬,૫૭૬ કરોડ રૂપિયાનું અને ફ્યુચર્સમાં ૬૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.
આગલા સપ્તાહની એક્સપાયરીની તુલનાએ ટર્નઓવર ૭૭ ટકા વધીને ૩,૪૨,૧૨૯ કરોડ રૂપિયા થયું છે. કુલ ૯૬.૧૧ લાખ કૉન્ટ્રૅક્ટ્સના સોદા થયા હતા. કુલ ઓપન ઇન્ટરેસ્ટ સમાપ્તિ પહેલાં ૪.૯૩ લાખ કૉન્ટ્રૅક્ટ્સના શિખરે પહોંચ્યા હતા. બીએસઈએ શુક્રવારની સમાપ્તિ સાથેના સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સને ૧૫મી મેથી લૉન્ચ કર્યા ત્યારથી એમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે.