એશિયામાં ટેક્નૉલૉજી સૉલ્યુશન પ્રોવાઇડર ક્ષેત્રની શ્રેષ્ઠ કંપની તરીકેનો આ અવૉર્ડ સોમવારે બૅન્ગકૉકમાં પ્રદાન કરવામાં આવ્યો હતો.
એશિયામાં સર્વોત્તમ ટેક્નૉલૉજી સોલ્યુશન પ્રોવાઇડર તરીકે 63 મૂન્સ ટેક્નૉલૉજીઝને એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપનીનો અવૉર્ડ મળ્યો એનો કંપની વતી બૅન્ગકૉકના પોલીસ કમિશનર અને રૉયલ થાઈ આર્મીના લેફ. જન. સુવાત જંગયોદ્સુક (ડાબેથી બીજા) અને અમેરિકાના આઇબીસી કૉર્પના સીઈઓ હેમંત કૌશિક (ડાબેથી પ્રથમ)ના હસ્તે સ્વીકાર કરી રહેલા 63 મૂન્સના મૅનેજિંગ ડિરેક્ટર એસ. રાજેન્દ્રન (ડાબેથી ત્રીજા).
ફિનટેક ક્ષેત્રની વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત કંપની અને અત્યાધુનિક ડિજિટલ માર્કેટપ્લેસની રચયિતા 63 મૂન્સ ટેક્નૉલૉજીઝની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. અમેરિકાના ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ કન્સલ્ટિંગ કૉર્પોરેશને ‘એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપની’ તરીકે 63 મૂન્સનું સન્માન કર્યું છે. એશિયામાં ટેક્નૉલૉજી સૉલ્યુશન પ્રોવાઇડર ક્ષેત્રની શ્રેષ્ઠ કંપની તરીકેનો આ અવૉર્ડ સોમવારે બૅન્ગકૉકમાં પ્રદાન કરવામાં આવ્યો હતો.
63 મૂન્સ ટેક્નૉલૉજીઝના એમડી-સીઈઓ એસ. રાજેન્દ્રનને બૅન્ગકૉકની હોટેલ ગ્રૅન્ડ હયાત ઇરાવાનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં બૅન્ગકૉકના પોલીસ કમિશનર રૉયલ થાઈ આર્મીના લેફ. જન. સુવાત જંગયોદ્સુક અને અમેરિકાના આઇબીસી કૉર્પના સીઈઓ હેમંત કૌશિકના હસ્તે અવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાજેન્દ્રને 63 મૂન્સ ટેક્નૉલૉજીઝના ચૅરમૅન વેંકટ ચારી તથા કંપનીના પથદર્શક અને મેન્ટર જિજ્ઞેશ શાહે આપેલા સહકાર અને માર્ગદર્શન બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.