એસોસિએશને જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩ વર્ષમાં ઘઉંનું ઉત્પાદન ૧૦૬૦-૧૧૧૦ ટન રહેવાનો અંદાજ છે
પ્રતીકાત્મક તસવીર
રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ખુલ્લા બજારમાં અનાજ વેચવાના સરકારના નિર્ણયને પગલે છેલ્લા બે મહિનામાં ઘઉં અને ઘઉંના લોટ (આટા)ના ભાવમાં પ્રતિ કિલો ૬થી ૮ રૂપિયાનો ઘટાડો થયો છે. એસોસિએશને જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩ વર્ષમાં ઘઉંનું ઉત્પાદન ૧૦૬૦-૧૧૧૦ ટન રહેવાનો અંદાજ છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન આટા (ઘઉંનો લોટ), મેંદો (ઘઉંનો લોટ) અને સૂજી (સોજી) સહિત ઘઉં અને ઘઉંનાં ઉત્પાદનો પર નિકાસ-પ્રતિબંધ ચાલુ રાખવાની પણ માગ કરવામાં આવી હતી. એફસીઆઇ દ્વારા ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ શરૂ કરવાના સરકારના નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં ઘઉં અને ઘઉંનાં ઉત્પાદનોના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૬૦૦-૮૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.