ટર્મિનલ ૧ અને ૨ પર સ્થાપિત આ સાર્વજનિક ચાર્જિંગ-સ્ટેશનોની મુસાફરોને સેવા મળશે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે એણે કાર્બન ન્યુટ્રલ બનાવવાની એની યોજનાના ભાગરૂપે સુવિધા પર છ ઝડપી ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ-સ્ટેશન સ્થાપ્યાં છે. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટર્મિનલ ૧ અને ૨ પર સ્થાપિત આ સાર્વજનિક ચાર્જિંગ-સ્ટેશનોની મુસાફરોને સેવા મળશે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડે ટર્મિનલ-૧ અને ૨ તેમ જ ઍરસાઇડ પર મલ્ટિ-લેવલ કાર-પાર્કિંગમાં આ ચાર્જિંગ સુવિધાઓ શરૂ કરી છે.