ઇન્ડેક્સ ૫૫,૧૪૧ ખૂલીને ૫૫,૬૯૩ની ઉપલી અને ૫૪,૬૪૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૪૧ ટકા (૨૨૯ પૉઇન્ટ) વધીને ૫૫,૩૭૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૧૪૧ ખૂલીને ૫૫,૬૯૩ની ઉપલી અને ૫૪,૬૪૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ઇથેરિયમ, ટ્રોન, અવાલાંશ અને પૉલિગોન ટોચના વધનાર હતા. કાર્ડાનો, ચેઇનલિન્ક, શિબા ઇનુ અને એક્સઆરપી ટોચના ઘટનાર હતા.
દરમ્યાન અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને ક્રિપ્ટો અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સ પર નજર રાખવા માટેના નવા નિયમો ઘડ્યા છે. એ મુજબ ક્રિપ્ટો વ્યવહારો કરનારા બજારના સહભાગીઓએ કેન્દ્રીય સિક્યૉરિટીઝ કાયદાઓનું પાલન કરવું પડશે. બીજી બાજુ, થાઇલૅન્ડ ડિજિટલ કેન્દ્ર બનવા તરફ આગળ જઈ રહ્યું છે. દેશના નાણાં મંત્રાલયે વેટમુક્ત ક્રિપ્ટો ટ્રેડિંગ શરૂ કર્યું છે. અન્ય અહેવાલ મુજબ બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ હેડેરાએ સાઉદી અરેબિયામાં વેબ૩ ટેક્નૉલૉજીઝ વિકસાવવા માટે દેશના રોકાણ મંત્રાલય સાથે સહયોગ સાધ્યો છે.