આ ૭૭ વર્ષના ટ્રેડરના જણાવ્યા મુજબ બિટકૉઇનમાં જ્યારે પણ ટોચનો ભાવ આવ્યો છે એના ત્રીસ સપ્તાહની અંદર એમાં મોટું કરેક્શન આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
કૉમોડિટીઝના ખ્યાતનમાં ટ્રેડર પીટર બ્રેન્ટનું માનવું છે કે બિટકૉઇનના ભાવમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો સંભવ છે. આ ૭૭ વર્ષના ટ્રેડરના જણાવ્યા મુજબ બિટકૉઇનમાં જ્યારે પણ ટોચનો ભાવ આવ્યો છે એના ત્રીસ સપ્તાહની અંદર એમાં મોટું કરેક્શન આવ્યું છે. નોંધનીય છે કે બિટકૉઇનનો અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ માર્ચ મહિનામાં ૭૩,૦૦૦ ડૉલર કરતાં વધુ રહ્યો છે અને ત્યાર બાદ અત્યાર સુધીમાં ભાવ આશરે ૧૭ ટકા ઘટીને ૬૧,૦૦૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકૉઇન ૦.૪૧ ટકા વધીને ૬૧,૩૯૦ ડૉલરની સપાટીએ ચાલી રહ્યો છે.
અન્ય એક અહેવાલ મુજબ આર્જેન્ટિનામાં યુઝર્સે જુલાઈ ૨૦૨૩ અને જૂન ૨૦૨૪ વચ્ચેના ગાળામાં ક્રિપ્ટોકરન્સીમાં ૯૧ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. આમ એ બ્રાઝિલ કરતાં આગળ નીકળી ગયું છે. આ જ સમયગાળામાં બ્રાઝિલમાં ૯૦ અબજ ડૉલરનું રોકાણ થયું હતું. વળી આર્જેન્ટિનામાં સ્ટેબલકૉઇનની પ્રવૃત્તિ પણ વિશ્વના અન્ય ભાગો કરતાં વધુ પ્રમાણમાં થઈ રહી છે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઇથેરિયમ શુક્રવારે બે ટકા વધીને ૨૪૩૪ ડૉલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બાઇનૅન્સમાં ૦.૫૧ ટકા, સોલાનામાં ૩.૩૫ ટકા, ડોઝકૉઇનમાં ૨.૫૩, ટ્રોનમાં ૦.૫૬, કાર્ડાનોમાં ૩.૯૧, અવાલાંશમાં ૨.૪૭ અને શિબા ઇનુમાં ૩.૩૮ ટકાનો વધારો થયો હતો. રિપલ ૦.૫ ટકા ઘટ્યો હતો.