ગ્રુપ-સ્ટેજની પાંચેય મૅચ જીતીને ભારતીય ટીમે ACTની સેમી ફાઇનલમાં મારી એન્ટ્રી

18 November, 2024 12:57 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

૧૯ નવેમ્બરે ભારત-જપાન અને ચીન-મલેશિયા વચ્ચે જામશે સેમી ફાઇનલનો જંગ

હૉકી ટુર્નામેન્ટ ભારતીય ટીમ

બિહારમાં આયોજિત વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી (ACT) હૉકી ટુર્નામેન્ટની જપાન સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં પણ ભારતીય ટીમે જીત મેળવી છે. જપાનને ૩-૦થી હરાવીને ભારતીય ટીમે સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ગ્રુપ-સ્ટેજની પાંચેય મૅચ જીતીને ભારતીય ટીમે ૧૫ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

૧૯ નવેમ્બરે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટીમ ચોથા ક્રમની જપાન સામે બીજી સેમી ફાઇનલ મૅચ રમશે. એ પહેલાં પહેલી સેમી ફાઇનલ બીજા ક્રમની ચીન અને ત્રીજા ક્રમની મલેશિયા વચ્ચે રમાશે. આ બન્ને સેમી ફાઇનલ મૅચ પહેલાં સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ વચ્ચે પાંચમા સ્થાન માટે મૅચ રમાશે. આઠમી સીઝનની ફાઇનલ મૅચ ૨૦ નવેમ્બરે રમાશે.

૨૦૧૦થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં સાતમી વાર ભારતીય ટીમ સેમી ફાઇનલ મૅચ રમશે. ૨૦૨૧માં સ્ક્વૉડમાં વધારાના કોવિડ-19 કેસને કારણે ભારતીય ટીમે છઠ્ઠી સીઝનમાં નામ પાછું ખેંચ્યું હતું. 

hockey indian womens hockey team bihar sport sports news