આજે નક્કી થશે વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલિસ્ટ ટીમ

19 November, 2024 08:50 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

સાંજે ૪.૪૫ વાગ્યાથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને જપાન વચ્ચે બીજી સેમી ફાઇનલ મૅચ રમાશે

સાંજે ૪.૪૫ વાગ્યાથી મેચ શરુ થશે

બિહારમાં અગિયારમી નવેમ્બરે શરૂ થયેલી વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની આઠમી સીઝન હવે એના નિર્ણાયક તબક્કામાં છે. આજે સવારે ૧૧.૪૫ વાગ્યાથી સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ વચ્ચે પાંચમા સ્થાન માટેની મૅચ રમાશે. ચીન અને મલેશિયા વચ્ચે બપોરે ૨.૧૫ વાગ્યાથી પહેલી સેમી ફાઇનલનો જંગ જામશે, જ્યારે સાંજે ૪.૪૫ વાગ્યાથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને જપાન વચ્ચે બીજી સેમી ફાઇનલ મૅચ રમાશે. તમામ મૅચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ ઍપ પર જોઈ શકાશે. પાંચેય ગ્રુપ-સ્ટેજ મૅચ જીતેલી ભારતીય ટીમ ૨૦૧૬ અને ૨૦૨૩ બાદ ત્રીજી વાર ચૅમ્પિયન બનવાની દાવેદાર છે. ૨૦ નવેમ્બરે બ્રૉન્ઝ મેડલ મૅચ અને ફાઇનલ મૅચનો રોમાંચ જોવા મળશે. 

વિમેન્સ હૉકીમાં ભારત અને જપાનનો રેકોર્ડ
કુલ મૅચ    ૭૫
જપાનની જીત    ૩૬
ભારતની જીત    ૨૩
ડ્રૉ    ૧૬

hockey india japan indian womens hockey team bihar patna asian champions trophy sports news sports