23 February, 2023 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાનિયાએ શોએબ મલિક સાથેના ડિવૉર્સની અફવાનો સામનો કરવો પડી રહ્યો છે
ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા મંગળવારે દુબઈમાં ૨૦ વર્ષની કરીઅરની છેલ્લી મૅચ રમી અને રિટાયર થઈ ગઈ એ ભાવુક પરિસ્થિતિમાં તેણે હજી પણ શોએબ મલિક સાથેના ડિવૉર્સની અફવાનો સામનો કરવો પડી રહ્યો છે. સાનિયાના નિવૃત્તિના અહેવાલો મીડિયામાં આવવા લાગ્યા એની સાથોસાથ તેના છૂટાછેડાની અફવા પણ ફરી ચકડોળે ચડી છે.
પાકિસ્તાનની ઍક્ટ્રેસ આયેશા ઓમરે થોડા સમય પહેલાં સાનિયાના પતિ અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે કેટલાંક ઉત્તેજિત દૃશ્યોવાળું જે ફોટોશૂટ કરાવ્યું હતું એને પગલે એવી વાતો વહેતી થઈ કે આયેશા-શોએબ વચ્ચે રિલેશનશિપ ચાલે છે અને શોએબ થોડા સમયમાં સાનિયાને તલાક આપી દેશે. જોકે ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે એક ચૅટ-શોમાં આયેશાને શોએબ મલિક સાથેની અફવા વિશે સવાલ પૂછ્યો ત્યારે આયેશાએ તેને કહ્યું કે ‘હું શોએબ મલિક તો શું બીજા કોઈ પરિણીત પુરુષ સાથે રિલેશનશિપ ન બાંધુ. કોઈ સ્ત્રીને કમિટેડ હોય એવા પુરુષ સાથે પણ હું રિલેશનશિપ બાંધુ નહીં. આ મારો સિદ્ધાંત સ્પષ્ટ કરી દેવા માગું છું.’