08 August, 2024 11:36 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
વિનેશ ફોગાટની ફાઇલ તસવીર
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે આજે એક પોસ્ટ કરીને ખૂબ જ આઘાતજનક સમાચાર આપ્યા છે. હા, તેણે ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યા બાદ સન્યાસની જાહેરાત (Vinesh Phogat Retired) કરી દીધી છે.
લખી ભાવનાત્મક પોસ્ટ
તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે આજે પોતાની નિવૃત્તિ (Vinesh Phogat Retired) વિષેની વાત મૂકતાં જ ભાવનાત્મક વાક્ય લખ્યું હતું કે, “મા કુશ્તી જીત ગઈ, મેં હાર ગઈ” (મા, કુસ્તી જીતી ગઈ, હું હારી ગઈ)
તમને ખ્યાલ જ છે કે વિનેશ ફોગાટને બુધવારે પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. 29-વર્ષીય કુસ્તીબાજનું વજન ફાઇનલના દિવસે વજન-ઇન દરમિયાન અનુમતિપાત્ર મર્યાદા કરતાં થોડું વધારે હતું અને તેને કારણે તે ફાઇનલ મેચ રમી શકી નહોતી.
તો, હવે કુસ્તી નહીં રમે વિનેશ ફોગાટ?
હા, તમે બરાબર જ વાંચ્યું છે. ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ હવે રેસલિંગ મેટ પર જોવા નહીં મળે. તેણે આ વિષેની એક પોસ્ટ એક્સ પર મૂકી છે. જેમાં તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આમ ભારત માટે ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલી વિનેશ ફોગાટ હવે કુસ્તી નહીં (Vinesh Phogat Retired) રમે.
બાળપણમાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા
તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ (Vinesh Phogat Retired) તો ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંની એક ગણાતી હતી. વર્ષ 1994માં જન્મેલી આ કુસ્તીબાજને તેના કાકા મહાવી સિંહે આ ક્ષેત્રમાં આવવા માટે પથ બતાવ્યો હતો. તે માત્ર 9 વર્ષની હતી ત્યારે જ તેના પર દુખનાં વાદળાં છવાયા અને તેણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. પણ હાર્યા કે ડર્યા વગર વિનેશ તેના કાકા પાસેથી બહેન સાથે કુસ્તી શિખતી રહી હતી બંને બહેનોએ આ રમતમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા.
Vinesh Phogat Retired: ફોગાટે તો મંગળવારે ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે તેણે 5-0થી જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ સંજોગવશાત ફોગાટ બુધવારે એટલે કે ઇવેન્ટના બીજા દિવસે વધારે વજનને કારણે અને માત્ર 100 ગ્રામનાં ફરકને કારણે ગેરલાયક ઠરી હતી.
જોકે, તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે તેની ઓલિમ્પિક અયોગ્યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ દાખલ કરી છે. આ સાથે જ તેણે એવી પણ વિનંતી કરી છે કે તેને સિલ્વર મેડલ આપવામાં આવે. અને આ મુદ્દે CAS એ અપીલ સ્વીકારી લીધી છે અને ગુરુવાર સુધીમાં IST સવારે 11:30 વાગ્યે તેનો અંતિમ ચુકાદો આપે તેવી શક્યતા છે.
હરિયાણાનાં સીએમએ પોસ્ટ કરીને શું લખ્યું?
એક્સ પર સૈનીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી હરિયાણાની બહાદુર પુત્રી, વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ કર્યો. તે કદાચ કોઈ કારણસર ફાઇનલમાં ભાગ લઈ શકી ન હતી પરંતુ તે ચેમ્પિયન છે.”