23 July, 2023 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમેરિકા અને વિયેટનામની મહિલા ફુટબૉલ ખેલાડીઓ.
ઑકલૅન્ડના મેદાનમાં વિમેન્સ વર્લ્ડ કપની મૅચ પુરી થઈ ત્યારે વિયેટનામની મહિલા ફુટબોલ ટીમના કેટલાંક ખેલાડીઓના પગમાં પટ્ટીઓ હતી, થોડાક લંગડાતા હતા થોડોક ઘસરકો પણ હતા તેમ છતાં એમના ચહેરા પર સ્મિત હતું. કારણ કે અમેરિકા સામે વિયેટનામ ભલે ૩-૦ થી હારી ગયું હતું. તેમ છતા ૨૦૧૯માં જે હાલત થાઇલેન્ડની થઈ હતી એવી થઈ નહોતી. અમેરિકા સામે થાઇલેન્ડની ટીમ ૧૩-૦ થી હારી હતી. અમેરિકાની ટીમ ચાર વખત ચૅમ્પિયન બની છે. હેમિલ્ટનમાં રમાયેલી અન્ય એક મૅચમાં જપાને ઝામ્બિયાને ૫-૦ થી હરાવી દિધુ હતું. ઝામ્બિયા પણ પહેલી વખત આ ટુર્નામેન્ટમાં રમી રહ્યું છે. અન્ય એક મૅચમાં ઇંગ્લૅન્ડે હૈતીને(Haiti) ૧-૦ થી હરાવ્યુ હતું. ડેનમાર્કે ચીનને ૧-૦થી હરાવ્યુ હતું.