પૅરિસ ઑલિમ્પિક્સમાં સૌથી મોટી ૫૯૨ સભ્યોની ટીમ મોકલશે USA

18 July, 2024 09:45 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ વખતે પૅરિસમાં પુરુષો કરતાં વધારે મહિલા ખેલાડીઓને મોકલશે અમેરિકા

ફાઇલ તસવીર

ઑલિમ્પિક્સના ઇતિહાસમાં સૌથી વધારે ૩૦૦૦થી વધારે મેડલ જીતનાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) આ વખતે પૅરિસ ઑલિમ્પિક્સમાં પુરુષ કરતાં વધારે મહિલા ખેલાડીઓને મોકલશે. ઑલિમ્પિક્સ માટેની USAની ટીમમાં સૌથી વધુ ૫૯૨ ખેલાડીઓ ૩૨ રમતમાં ભાગ લેશે જેમાં ૨૭૮ પુરુષો અને ૩૧૪ મહિલાઓનો સમાવેશ થાય છે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં અમેરિકાની આ ત્રીજી સૌથી મોટી ટીમ હશે. આ પહેલાં અમેરિકાએ ૧૯૯૬ની ઍટલાન્ટા ઑલિમ્પિક્સમાં ૬૪૬ ખેલાડીઓ અને ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ૬૨૧ સભ્યોની ટીમ મોકલી હતી. 

પહેલી વાર આૅલિમ્પિક્સમાં મહિલાઓને રમવાનો ચાન્સ ક્યારે મળ્યો?

૧૯૦૦ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સૌથી પહેલાં મહિલા ખેલાડીઓએ પાંચ રમતમાં ભાગ લીધો હતો. એ સમયે ૯૯૭ ખેલાડીઓમાંથી બાવીસ ખેલાડી મહિલાઓ હતી. ૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સમાં પહેલી વાર તમામ રમતમાં મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

Olympics paris united states of america sports sports news