જૉકોવિચને પગની ઈજા નડશે? : ત્રણ દિવસ પહેલાં આખી રાત નહોતો સૂઈ શક્યો

10 January, 2023 02:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેને આ ઈજા ૧૬ જાન્યુઆરીએ શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં ન નડે એવી પ્રાર્થના તેના કરોડો ચાહકો કરશે.

નોવાક જૉકોવિચ,

સર્બિયાનો ટેનિસસ્ટાર નોવાક જૉકોવિચ બે દિવસ પહેલાં ઍડીલેડ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ જીત્યો, પરંતુ રવિવારે અમેરિકાના સબાસ્ટિયન કોર્ડાને ફાઇનલમાં હરાવતાં પહેલાં શનિવારે ડેનિલ મેડવેડેવ સામેની સેમી ફાઇનલમાં તેને ડાબા પગમાં ભારે દુખાવો થયો હતો. રમતી વખતે તે પગના સ્નાયુઓને હળવા કરતો જોવા મળ્યો હતો. તેને આ ઈજા ૧૬ જાન્યુઆરીએ શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં ન નડે એવી પ્રાર્થના તેના કરોડો ચાહકો કરશે. જોકે ચિંતાની વાત એ છે કે જૉકોવિચે ફાઇનલ અગાઉની રાતે ફિઝિયોથેરપિસ્ટ પાસે સારવાર કરાવી હતી. જૉકોવિચ પગના દુખાવા અને એની સારવારને લીધે આખી રાત સૂઈ નહોતો શક્યો.

sports news sports australian open tennis news novak djokovic