આજે બોરીવલીમાં દેસાઈ દરજી પ્રીમિયર લીગ-2

05 May, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ હાર્ડ ટેનિસ બૉલ ટુર્નામેન્ટમાં ૧૦ પુરુષોની અને ચાર મહિલાઓની મળી કુલ ૧૪ ટીમો ભાગ લઈ રહી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ મંડળ-મુંબઈ દ્વારા આજે બોરીવલીમાં જ્ઞાતિજનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ‘દેસાઈ દરજી પ્રીમિયર લીગ’નું આયોજન કરવામાં આવ્યું છે. બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં આવેલા બાળાસાહેબ ઠાકરે ઉદ્યાનમાં યોજાનારી આ હાર્ડ ટેનિસ બૉલ ટુર્નામેન્ટમાં ૧૦ પુરુષોની અને ચાર મહિલાઓની મળી કુલ ૧૪ ટીમો ભાગ લઈ રહી છે. દરેક મૅચ પાંચ-પાંચ ઓવરની હશે. ટુર્નામેન્ટની આ બીજી સીઝન છે. ૨૦૧૮માં રમાયેલી પ્રથમ સીઝનમાં પુરુષોમાં દેસાઈ ફુલટૉસ ટીમ અને મહિલાઓમાં દેસાઈ સુપર વુમન ટીમ ચૅમ્પિયન બની હતી. 

ટુર્નામેન્ટ સવારે ૮ વાગ્યે શરૂ થશે અને બપોરે ૧૨થી બે વાગ્યા દરમ્યાન અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ સાંજે પાંચથી છ વાગ્યા દરમ્યાન ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે સમાપન થશે.

sports news sports gujarati community news gujaratis of mumbai borivali tennis news