05 May, 2024 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫થી ૩૫ વર્ષના વિભાગમાં વિજેતા અર્ચિતા ઉપાધ્યાય અને રનરઅપ દુર્વા પંડ્યા.
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારિશી સ્પોર્ટ્સ અસોસિએશન (TMBBSA) દ્વારા તાજેતરમાં જ્ઞાતિજનો માટે બૅડ્મિન્ટન ટુર્નામેન્ટનું મુલુંડ-વેસ્ટમાં આવેલી કાલિદાસ બૅડ્મિન્ટન કોર્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું. સમાજનાં યુવકો-યુવતીઓ રાજ્ય અને નૅશનલ સ્તરે રમીને નામ રોશન કરે એવા ઉદ્દેશથી યોજાતી આ ટુર્નામેન્ટની આ બીજી સીઝનમાં ૧૫થી ૫૫ વર્ષની વયના કુલ ૯૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા યુવકો અને યુવતીઓમાં ૧૫થી ૩૫ અને ૩૬થી વધુ વયના એમ બે વિભાગમાં યોજાઈ હતી.
યુવતીઓમાં ૧૫થી ૩૫ વર્ષના વિભાગમાં અર્ચિતા ઉપાધ્યાય (ધોલવાણી) વિજેતા હતી, જ્યારે દુર્વા પંડ્યા (પેઢમાલા) રનરઅપ રહી હતી. ૩૬થી વધુ વર્ષના વિભાગમાં ફોરમ પંડ્યા (પેઢમાલા) ચૅમ્પિયન બની હતી અને કુંજલ પંડ્યા (પેઢમાલા) રનરઅપ રહી હતી.
યુવકોમાં ૧૫થી ૩૫ વર્ષના વિભાગમાં હરિત પંડ્યા (પેઢમાલા) વિજેતા બન્યો હતો અને દેવ ત્રિવેદી (બામણા) રનરઅપ રહ્યો હતો. ૩૬થી વધુ વયના વર્ગમાં પીપૂષ પંડ્યા (પુનાસણ) ચૅમ્પિયન અને વિશાલ ઠાકર (વાંકાનેર) રનરઅપ રહ્યો હતો.