પ્રણોય અને સાત્ત્વિક-ચિરાગ આ વર્ષે ચોથી વાર ફાઇનલમાં

26 November, 2023 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ નંબર વન જોડીએ ચાઇના માસ્ટર્સ ટુર્નામેન્ટની સેમીમાં ચાઇનીઝ જોડીને સીધા સેટમાં કરી પરાજિત: આજે ફાઇનલમાં વધુ એક ચાઇનીઝ જોડી સામે ટક્કર

સાત્ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી

ટૉપ સીડેડ અને એશિયન ગેમ્સની ગોલ્ડ-મેડલિસ્ટ ભારતીય ડબલ્સ જોડી સાત્ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગઈ કાલે ચાઇના માસ્ટર્સ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સેમી ફાઇનલમાં ગઈ કાલે તેમણે આક્રમક રમત રમતાં નવી ચાઇનીઝ જોડી અને ગયા અઠવાડિયે જપાન માસ્ટર્સમાં ચૅમ્પિયન બનનાર હે જી તિન્ગ અને રેન શિઆંગ યુને સીધા સેટમાં ૨૧-૧૫, ૨૨-૨૦થી પરાજિત કરી હતી. હવે ફાઇનલમાં આજે તેમનો વધુ એક ચાઇનીઝ જોડી સામે મુકાબલા છે.

ભૂતપૂર્વ નંબર વન જોડી સાત્ત્વિક અને ચિરાગે આ વર્ષે જબરી કમાલ કરી છે અને બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂરની આ જ વર્ષે ચોથી ફાઇનલમાં તેઓ રમશે. આ પહેલાંની સ્વિસ સુપર ૩૦૦, ઇન્ડોનેશિયા સુપર ૧૦૦૦ અને કારિયા સુપર ૫૦૦ એમ ત્રણેય ફાઇનલમાં તેમણે વિજય મેળવ્યો હતો. ઉપરાંત બૅડ્મિન્ટન એશિયન ચૅમ્પિયનશિપમાં કમાલ કરવા ઉપરાંત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

sports news sports badminton news