રિટાયર થઈ છતાં લક્ઝુરિયસ લાઇફ જીવી રહી છે સાનિયા મિર્ઝા

04 July, 2024 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિઝનેસ અને એન્ડોર્સમેન્ટમાંથી તેને જોરદાર કમાણી થાય છે : ૨૧૬ કરોડ રૂપિયાની તેની નેટવર્થ છે

સાનિયા મિર્ઝાની ફાઇલ તસવીર

ફૉર્મર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની નેટવર્થ ૨૧૬ કરોડ રૂપિયા છે. સાનિયા મિર્ઝા ભારતની સૌથી લોકપ્રિય ઍથ્લીટમાંની એક છે અને તેને અર્જુન અવૉર્ડ, પદ્મશ્રી અને પદ્મભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. તે ભલે સ્પોર્ટ્સમાંથી રિટાયર થઈ ગઈ હોય, પરંતુ હજી પણ તેની લાઇફસ્ટાઇલ એટલી જ જોરદાર છે. તેની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ પાછળ તેની ઇન્કમ જવાબદાર છે. સાનિયાની આ ઇન્કમ માટે તેનાં બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ વેન્ચર જવાબદાર છે.

સાનિયા બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટ માટે ૬૦થી ૭૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. દર વર્ષે તે બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટમાંથી લગભગ ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ સાથે જ તેણે સાનિયા મિર્ઝા ટેનિસ ઍકૅડેમી શરૂ કરી છે. ઇન્ડિયા અને દુબઈ બન્ને જગ્યાએ આ ઍકૅડેમી છે. આ ઍકૅડેમીની વેબસાઇટ મુજબ એક મહિનાના પ્રોગ્રામ માટે ૨૦,૦૦૦થી લઈને ૭૫,૦૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. બિઝનેસની સાથે તેના ઘરની વૅલ્યુ પણ એટલી જ છે. તેનું હૈદરાબાદમાં અને દુબઈમાં ખૂબ જ લક્ઝુરિયસ ઘર છે. આ સાથે જ તેની પાસે ઘણી લક્ઝુરિયસ કાર્સનું કલેક્શન પણ છે. BMW 7-Series, રેન્જ રોવર ઇવોક, જૅગ્વાયર XE, મર્સિડીઝ બેન્ઝ, પૉર્શે અને આઉડી જેવી ઘણી કાર્સનો એમાં સમાવેશ થાય છે.

sports news sports sania mirza life masala