07 July, 2024 09:33 AM IST | London | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
ચૅમ્પિયન ક્રિકેટર સચિન તેન્ડુલકરને વિમ્બલ્ડન સેન્ટર કોર્ટમાં દર્શકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું, જ્યારે બ્રાઉન સૂટમાં સજ્જ તેન્ડુલકરે હાથ મિલાવીને દરેકના અભિવાદનનો જવાબ આપ્યો હતો. તેન્ડુલકર ઘણાં વર્ષોથી નિયમિત લંડનમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ જોવા પહોંચે છે. પત્ની અંજલિ તેન્ડુલકર પણ સચિન સાથે આ ફેમસ ટુર્નામેન્ટ જોવા પહોંચી હતી.
એ સમયે રૉયલ બૉક્સમાં ઇંગ્લૅન્ડના ટેસ્ટ અને લિમિટેડ ઓવરોના કૅપ્ટન બેન સ્ટોક્સ અને જૉસ બટલરની સાથે ભૂતપૂર્વ કૅપ્ટન જો રૂટ પણ બેઠો હતો.