નહીં થાય મેસી વિરુદ્ધ રોનાલ્ડોની મૅચ

23 November, 2023 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટર મિયામીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે અગાઉ રિયાધ સીઝન કપમાં ઇન્ટર મિયામી સીએફની ટીમ રમશે એવી જાહેરાત થઈ હતી એ ખોટી છે. આમ મેસી અને રોનાલ્ડો એક મૅચમાં આમનેસામને થશે એવી વાતો ખોટી સાબિત થઈ હતી.

લીઓનેલ મેસ્સી , ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

અમેરિકાના સોકર ક્લબ ઇન્ટર​ મિયામી સીએફ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે એ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયામાં નહીં રમે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદીની બે ક્લબ સામે ઇન્ટર મિયામીની ટીમ બે મૅચ રમશે. રિયાધ સીઝન કપમાં લિયોનેલ મેસીની ઇન્ટર મિયામી ટીમ અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડોની અલ નસર તેમ જ અલ-હિલાસ સામે રમશે એવી ઘોષણા કરવામાં આવી હતી. જોકે અમેરિકાની ક્લબે આવી કોઈ ટૂરનું આયોજન થયું હોવાની વાતને નકારી હતી. ઇન્ટર મિયામીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે અગાઉ રિયાધ સીઝન કપમાં ઇન્ટર મિયામી સીએફની ટીમ રમશે એવી જાહેરાત થઈ હતી એ ખોટી છે. આમ મેસી અને રોનાલ્ડો એક મૅચમાં આમનેસામને થશે એવી વાતો ખોટી સાબિત થઈ હતી. મેસી ગયા જુલાઈ મહિનામાં અમેરિકાની ફુટબૉલ ક્લબ સાથે જોડાયો હતો. ત્યાર બાદ ટીમે ​વિવિધ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં ઇન્ટર મિયામી ટીમે ચીનમાં મૅચ રમવાની યોજનાને પણ મોકૂફ રાખવાની ઘોષણા કરી હતી.  

lionel messi cristiano ronaldo fifa world cup football sports sports news