23 August, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરનાં વખાણ થઈ રહ્યાં છે. જોકે તેણે કેટલાક મુશ્કેલ પ્રશ્નોનો પણ સામનો કર્યો છે. પૅરિસમાં મનુની મમ્મી નીરજ ચોપડા સાથે વાત કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો એને પગલે મનુ અને નીરજ વિશે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે બન્નેના પરિવારજનો દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. મંગળવારે મનુ ભાકરે ચેન્નઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહીં પત્રકારોના કેટલાક પ્રશ્નોથી મનુ અને તેની મમ્મી સુમેધા ભાકર નારાજ થયાં હતાં.
એક પત્રકારે પૂછ્યું કે વિનેશ ફોગાટનો નિવૃત્તિનો નિર્ણય રાજકીય રીતે પ્રેરિત હતો, તમારો શું અભિપ્રાય છે? મનુ ભાકર જવાબ આપે એ પહેલાં કોઈએ તેની મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે નીરજ સાથે તમારી શું વાતચીત થઈ હતી? આવા સવાલો સાંભળ્યા બાદ મનુએ કોઈ જવાબ જ આપ્યો નહોતો અને તેની મમ્મી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી.