PV sindhu Wedding : પીવી સિંધુના જીવનમાં શરણાઈઓ વાગી- આ જ મહિને પરણશે- ક્યારથી ફંક્શન્સ શરૂ?

03 December, 2024 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PV sindhu Wedding: પીવી સિંધુના અને વેંકટ દત્ત સાઈના લગ્ન તો એક મહિના અગાઉથી જ નક્કી થઈ ગયા હતા. આ જ મહિને લગ્ન સમારંભ યોજાશે.

પીવી સિંધુની તસવીર (સૌજન્ય- ઇન્સ્ટાગ્રામ)

બેડમિન્ટન જગતમાં ભારતનું ગૌરવ એવી પીવી સિંધુનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પીવી સિંધુ સાત ફેરા ફરવા (PV sindhu Wedding) જઈ રહી છે. હા. તે ખૂબ જ જલ્દીથી લગ્નગ્રંથિથી જોડાશે. 

ક્યારે પરણશે પીવી સિંધુ? ક્યારથી શરૂ થાય છે તેમના મેરૅજ ફંક્શન્સ?

તમને જણાવી દઈએ કે પ્રાપ્ત અહેવાલો કહી રહ્યા છે કે આ જ મહિનાની 22મી તારીખે પીવી સિંધુના લગ્ન (PV sindhu Wedding) લેવાશે. હૈદરાબાદ સ્થિત આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈ સાથે તેના લગ્ન ગોઠવાયાં છે. ઉદયપુરમાં તેઓના લગ્ન થશે. જોકે, ૨૦ તરીખથી જ તેઓના લગ્નના ફંક્શન્સ શરૂ થઈ જવાના છે. ૨૪મી તારીખે ખૂબ જ ભવ્યતાથી તેઓનું રિસેપ્શન પણ યોજાવાનું છે.
તો કોણ છે પીવી સિંધુના એજી.. ઓજી.. 

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના લગ્ન જેની સાથે ગોઠવાયા (PV sindhu Wedding) છે તે વેંકટ દત્ત સાઈ પોતે પોસિડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે તેઓએ જેએસડબલ્યુ સાથે સમર ઇન્ટર્ન તેમજ ઇન-હાઉસ કન્સલ્ટન્ટ તરીકે સુદ્ધાં ફરજ બજાવી છે. તેઓએ ફાઉન્ડેશન ઓફ લિબરલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશનમાંથી લિબરલ આર્ટ્સ એન્ડ સાયન્સ/લિબરલ સ્ટડીઝમાં ડિપ્લોમા કર્યું છે. 2018માં ફ્લેમ યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી BBA એકાઉન્ટિંગ અને ફાઇનાન્સનો અભ્યાસ તેઓએ પૂરો કર્યો છે.

પીવી સિંધુના પિતાએ આ મેરેજની માહિતી શૅર કરી છે – કેમ આ જ મહિને લગ્ન ગોઠવ્યા?

પીવી સિંધુના પિતા પીવી રમનાએ જણાવ્યું હતું કે પીવી સિંધુના અને વેંકટ દત્ત સાઈના લગ્ન (PV sindhu Wedding) તો એક મહિના અગાઉથી જ નક્કી થઈ ગયા હતા. અને ફેમિલીની પણ ઈચ્છા છે કે આ જ મહિને આ બંનેના લગ્ન લેવામાં આવે. કારણ કે પીવી સિંધુનું જાન્યુઆરીથી 2025થી ખૂબ જ બીઝી શેડ્યૂલ શરૂ થવા જઈ રહ્યું છે. પીવી સિંધુના પિતાએ કહ્યું હતું કે અમારા બન્ને પરિવાર એકબીજાને પહેલેથી જ જાણીએ છીએ. જાન્યુઆરીથી પીવી સિંધુ બીઝી થઈ જવાની છે માટે આ જ મહિને તેઓના લગ્ન ગોઠવ્યા છે. બેઉ પરિવારોએ 22 ડિસેમ્બરના લગ્ન સમારોહ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં આયોજિત કરવામાં આવ્યું છે.

PV sindhu Wedding: પીવી સિંધુની પણ અત્યારસુધીની યાત્રા જબરદસ્ત રહી છે. ભારતીય બેડમિન્ટન જગતમાં તેણે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. ઓલિમ્પિકમાં સતત મેડલ જીતનારી તે બીજી ભારતીય ખેલાડી છે. 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ, 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ 2017માં પ્રથમ વખત વર્લ્ડ રેન્કિંગમાં નંબર 2ના લેવલ પર પહોંચીને તેણે ઈન્ડિયાને ગૌરવ અપાવ્યું છે. પીવી સિંધુએ 1 ડિસેમ્બરે રમાયેલી ફાઇનલમાં ચીનની ખેલાડી વુ લુઓ યુને હરાવીને ટાઇટલ પોતાને નામ કર્યું હતું.

pv sindhu celebrity wedding sports news sports badminton news national news india