જૅવલિન થ્રોમાં અજિત સિંહ યાદવે સિલ્વર અને સુંદર સિંહ ગુર્જરે બ્રૉન્ઝ મેડલ જીત્યો

05 September, 2024 12:31 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના ૩૦ વર્ષના અજિત સિંહ યાદવે ૬૫.૬૨ મીટર અને ૨૮ વર્ષના રાજસ્થાનના સુંદર સિંહ ગુર્જરે ૬૪.૯૬ મીટરના થ્રો સાથે મેડલ જીત્યો છે

પૅરિસ પૅરાલિમ્પિક્સમાં અજિત સિંહ યાદવ અને સુંદર સિંહ ગુર્જર સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ ખુશખુશાલ

ભારતના અજિત સિંહ યાદવ અને સુંદર સિંહ ગુર્જરે મંગળવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પુરુષોની જૅવલિન થ્રો F46 કૅટેગરીમાં અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ઉત્તર પ્રદેશના ૩૦ વર્ષના અજિત સિંહ યાદવે ૬૫.૬૨ મીટર અને ૨૮ વર્ષના રાજસ્થાનના સુંદર સિંહ ગુર્જરે ૬૪.૯૬ મીટરના થ્રો સાથે મેડલ જીત્યો છે. એક સમયે સુંદર સિંહ ગુર્જર બીજા ક્રમે હતો, પરંતુ અંતિમ થ્રોમાં અજિત સિંહે વાપસી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.

F46 કૅટેગરીમાં રમતવીરો હાથની અક્ષમતાથી પ્રભાવિત હોય છે. ઉદાહરણ તરીકે કોણીની ઉપર અથવા નીચેની અપંગતા. અજિત સિંહ યાદવને એક દુખદ ટ્રેન-ઍક્સિડન્ટનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેનો ડાબો હાથ કોણીની નીચેથી કપાઈ ગયો છે. રાજસ્થાનના કરૌલીના રહેવાસી સુંદર સિંહ ગુર્જરે એક ઍક્સિડન્ટમાં પોતાનો ડાબો હાથ ગુમાવ્યો છે. તેણે પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચાર્યું હતું, પરંતુ પૅરા-સ્પોર્ટ્સે તેના જીવનને નવી દિશા આપી છે.

paralympics 2024 paris olympics 2024 Olympics sports sports news india