ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર ઇન્ડિયન આર્મીની મહિલા ખેલાડી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

21 July, 2024 07:50 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા ભારતીય સેનામાં સૂબેદાર છે

ફાઇલ તસવીર

પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતની ૧૧૭ સભ્યોની ટુકડીમાં જૅવલિન થ્રોઅર સ્ટાર નીરજ ચોપડા સહિત ૨૪ આર્મી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે પહેલી વાર ઑલિમ્પિક્સ ટીમમાં આર્મીની બે મહિલા ખેલાડીને પણ સામેલ કરવામાં આવી છે. કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની બ્રૉન્ઝ મેડલ વિજેતા હવાલદાર જાસ્મિન લેમ્બોરિયા બૉક્સિંગમાં અને ૨૦૨૩ એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ બ્રૉન્ઝ મેડલ વિજેતા CPO રિતિકા હૂડા રેસલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા ભારતીય સેનામાં સૂબેદાર છે.

Olympics india athletics neeraj chopra indian army sports sports news