28 July, 2024 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંઈ અશોક
ભૂતપૂર્વ ભારતીય ઇન્ટરનૅશનલ બૉક્સર કર્નલ કબિલન સાંઈ અશોકને પૅરિસ ઑલિમ્પિક્સમાં રેફરી જજ બનાવવામાં આવ્યો છે. ૩૨ વર્ષનો અશોક ૧૯૦૪ પછી ઑલિમ્પિક્સમાં અધિકારી બનનાર ચોથો ભારતીય છે અને ભારતનો સૌથી યંગેસ્ટ ઑલિમ્પિક્સ રેફરી જજ હશે. તે ખેલાડી અને અધિકારી તરીકે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વ્યક્તિ છે. પુણેમાં મિલિટરી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં બૉક્સિંગ ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે કામ કરનાર અશોક વર્લ્ડ મિલિટરી બૉક્સિંગ કાઉન્સિલનો પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય પણ હતો.