Paris Olympics 2024: મનુ ભાકરે રચ્યો ઇતિહાસ, ૨૦ વર્ષ બાદ ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી

27 July, 2024 08:33 PM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

મનુ ભાકરે (Paris Olympics 2024) ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x સ્કોર કર્યો. જ્યારે, રિધમ સાંગવાને 573-14x સ્કોર કર્યો. ફાઈનલ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે

મનુ ભાકર. તસવીર: પીટીઆઈ

ભારતની મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિક (Paris Olympics 2024)ની 10 મીટર ઍર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. આ રીતે તેણીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય ભારતની બીજી શૂટર રિદિમા સાંગવાન 15માં સ્થાને રહી છે. આ રીતે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, 20 વર્ષ પછી એક ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિક ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા સુમા શિરુર છેલ્લે એથેન્સ ઑલિમ્પિક 2004 (Paris Olympics 2024)માં 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ આ પછી 20 વર્ષ સુધી કોઈપણ ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિક ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી.

મનુ ભાકર પાસેથી મેડલની આશા

મનુ ભાકરે (Paris Olympics 2024) ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x સ્કોર કર્યો. જ્યારે, રિધમ સાંગવાને 573-14x સ્કોર કર્યો. ફાઈનલ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે. જોકે, ભારતીય ચાહકો મનુ ભાકર પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યા છે. ખરેખર, આ ફાઇનલમાં 3 ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ માટે 8 શૂટર્સ વચ્ચે મુકાબલો થશે.

આ શૂટર્સે ફાઇનલમાં જગ્યા બનાવી

હંગેરીની વેરોનિકા મેજર 582-22x પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે દક્ષિણ કોરિયાના જિન યે ઓહ 582-20x પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે ભારતની મનુ ભાકરે 6 પ્રયાસોમાં 97, 97, 98, 96, 96 અને 96 રન બનાવ્યા હતા. આ સિવાય વિયેતનામના વિન્હ થુ ટ્રિન્હ, દક્ષિણ કોરિયાના યેજી કિમ, ચીનના ઝુ લી, તુર્કીના ઈલૈડા સેવલ તરહાન અને ચીનના રેનક્સિન જિયાંગ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરવામાં સફળ રહ્યા હતા.

સિંધુ-કમલે સીન નદી પર લહેરાવ્યો ત્રિરંગો, 2024 પેરિસ ઑલિમ્પિકની શરૂઆત રિંગ ઓફ ફ્લેમ્સ સાથે થઈ

પેરિસમાં 33મી ઑલિમ્પિક ગેમ્સની શુક્રવારે રંગારંગ પ્રસ્તુતિ અને સીન નદી પર બોટ પરેડ સાથે અદભૂત શરૂઆત થઈ. ઉદ્ઘાટન સમારોહમાં ફ્રાન્સે તેની સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. પરંપરાગત સ્ટેડિયમ પરેડને બદલે આ વખતે ઑસ્ટ્રેલિસ બ્રિજથી છ કિલોમીટર લાંબી પરેડ શરૂ થઈ હતી, જેમાં 205 દેશોના 6800થી વધુ ખેલાડીઓ 85 બોટમાં સવાર હતા, સાથે જ એક શરણાર્થી ઑલિમ્પિક ટીમે પણ ભાગ લીધો હતો.

સિંધુ-કમાલે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું

સમારોહમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ અચંતા શરથ કમલે કર્યું હતું. ભારતીય ટીમ બોટ દ્વારા 84મા સ્થાને આવી હતી. મહિલાઓએ રાષ્ટ્રધ્વજના રંગોમાં સાડી પહેરી હતી અને પુરુષોએ કુર્તા-પાયજામા પહેર્યા હતા, જે ભારતીય પરંપરાનો એક ભાગ છે. ભારતીય ટીમમાં કુલ 78 ખેલાડીઓ અને અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Olympics paris olympics 2024 paris india sports sports news