બૅડ્‌મિન્ટન સ્ટાર લક્ષ્ય સેનની ડેબ્યુ ઑલિમ્પિક મૅચ કેમ થઈ ડિલીટ?

30 July, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્વાટેમાલાનો ખેલાડી કેવિન કોર્ડન કોણીની ઈજાને કારણે ઑલિમ્પિક્સમાંથી બહાર થતાં તેની તમામ મૅચનાં પરિણામ રદ થયાં

લક્ષ્ય સેનની ગરદન પરનું ટૅટૂ જુઓ

રવિવારે ભારતના બૅડ્‌મિન્ટન સ્ટાર લક્ષ્ય સેને પોતાની ડેબ્યુ ઑલિમ્પિક મૅચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પણ ગ્વાટેમાલાનો ખેલાડી કેવિન કોર્ડન કોણીની ઈજાને કારણે ઑલિમ્પિક્સમાંથી બહાર થતાં તેની તમામ મૅચનાં પરિણામ રદ થયાં, જેના કારણે લક્ષ્ય સેનના પૉઇન્ટ ડિલીટ થયા હતા. હવે અન્ય મૅચના પરિણામને આધારે તે આગળ વધી શકશે. ગઈ કાલે તેણે બેલ્જિયમના જુલિયન કેરેગીને ૪૩ મિનિટમાં હરાવ્યો હતો.

હવે ૩૧ જુલાઈએ તેની અંતિમ ગ્રુપ મૅચ વિશ્વના ત્રીજા નંબરના ઇન્ડોનેશિયાના જૉનાથન ક્રિસ્ટી સામે રમાશે. આ મૅચ નક્કી કરશે કે ગ્રુપ Lમાંથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કોણ પહોંચશે, કારણ કે હાલમાં ક્રિસ્ટી અને લક્ષ્ય બન્નેએ એક-એક મૅચ જીતી છે.

paris olympics 2024 Olympics india badminton news sports sports news