14 August, 2024 01:02 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
અર્શદ નદીમ
પાકિસ્તાનના અર્શદ નદીમની જાણે લૉટરી જ લાગી ગઈ છે. દેશનો સર્વોચ્ચ પુરસ્કાર મળે એ પહેલાં સાસરેથી ભેટમાં લગભગ ૮ લાખ રૂપિયાની ભેંસ મેળવનાર પૅરિસ ઑલિમ્પિક્સના જૅવલિન થ્રો ચૅમ્પિયન અર્શદ નદીમને હવે પંજાબ સરકાર પાસેથી સ્પેશ્યલ ગિફ્ટ મળી છે.
ગઈ કાલે પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે નદીમના ઘરે જઈને ૧૦ કરોડ પાકિસ્તાની રૂપિયા અને નવી કારની ચાવી ગિફ્ટ કરી હતી. નદીમે ૯૨.૯૭ મીટરના ઑલિમ્પિક રેકૉર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, એથી તેના માટે સ્પેશ્યલ ૯૨.૯૭ નંબરવાળી નંબર-પ્લેટ બનાવવામાં આવી છે.