આ વખતની પૅરાલિમ્પિક્સ આપણા દિવ્યાંગ ખેલાડીઓ માટે બેસ્ટ એવર રહી

09 September, 2024 06:57 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ગ્રેટ બ્રિટન ૧૨૪ મેડલ સાથે બીજા અને અમેરિકા ૧૦૫ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ટીમ

ભારતના દિવ્યાંગ ખેલાડીઓ પૅરિસ ઑલિમ્પિક્સમાં અપેક્ષાઓ પર ખરા ઊતર્યા હતા. ૨૫ મેડલના ટાર્ગેટને પાર કરીને ભારતીય ટીમે આ વખતે ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૩ બ્રૉન્ઝ સહિત ૨૯ મેડલ જીત્યા હતા. મેડલટૅલીમાં ૧૮મા ક્રમે રહેલા ભારતે ૧૭ મેડલ એકલી ટ્રૅક અને ફીલ્ડ ઇવેન્ટ્સમાં જીત્યા હતા. આ વખતે સૌથી વધુ ૭ ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આવ્યા અને ટોક્યોના ૧૯ મેડલના પ્રદર્શનને પાછળ છોડીને ભારતે પૅરિસમાં ૧૦ મેડલ વધુ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મેડલટૅલીમાં ચીન ૨૨૦ મેડલ સાથે પહેલા સ્થાને, ગ્રેટ બ્રિટન ૧૨૪ મેડલ સાથે બીજા અને અમેરિકા ૧૦૫ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

sports sports news paralympics 2024 india paris