એક કરોડ રૂપિયા, જમીન અને સરકારી નોકરી દીપ્તિ જીવનજીને મળી તેલંગણ સરકાર તરફથી

09 September, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના કોચ એન. રમેશને પણ ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

દીપ્તિ જીવનજી

વીસ વર્ષની દીપ્તિ જીવનજી ૪૦૦ મીટર T20 કૅટેગરીમાં બ્રૉન્ઝ જીતીને પૅરાલિમ્પિક્સ મેડલ જીતનારી પહેલવહેલી બૌદ્ધિક રીતે અક્ષમ ભારતીય ખેલાડી બની હતી. સ્વદેશ આગમન થતાં જ તેલંગણ સરકારે તેની આ ઐતિહાસિક સિદ્ધિ માટે મોટાં ઇનામોની જાહેરાત કરી હતી. તેલંગણના મુખ્ય પ્રધાન એ. રેવન્ત રેડ્ડીએ દીપ્તિ જીવનજી માટે એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ, ૫૦૦ ચોરસ યાર્ડ જમીન અને ગ્રુપ-બે સેવાઓમાં યોગ્ય પદ આપવાની જાહેરાત કરી હતી. તેના કોચ એન. રમેશને પણ ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

paralympics 2024 paris telangana sports news sports