News in shorts : પંકજ અડવાણીનું કરીઅર ૨૬મું વર્લ્ડ બિલિયર્ડ‍્સ ટાઇટલ

22 November, 2023 10:41 AM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

પંકજ પહેલું ટાઇટલ ૨૦૦૫માં (૧૮ વર્ષ પહેલાં) જીત્યો હતો

પંકજ અડવાણી

ભારતનો ટોચનો બિલિયર્ડ‍્સ-સ્નૂકર ખેલાડી પંકજ અડવાણી ગઈ કાલે ૨૬મી વખત વર્લ્ડ બિલિયર્ડ‍્સ ચૅમ્પિયનશિપ જીત્યો હતો. તેણે કતારના દોહામાં ભારતના સૌરવ કોઠારીને ૧૦૦૦-૪૧૬થી ફાઇનલમાં હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. ગયા વર્ષની ફાઇનલમાં પણ પંકજે કોઠારીને ફાઇનલમાં પરાજિત કર્યો હતો. સેમી ફાઇનલમાં પંકજે રૂપેશ શાહને ૯૦૦-૨૭૩થી હરાવ્યો હતો. પંકજ પહેલું ટાઇટલ ૨૦૦૫માં (૧૮ વર્ષ પહેલાં) જીત્યો હતો.

અન્ડર - 19 વર્લ્ડ કપ શ્રીલંકાને બદલે સાઉથ આફ્રિકામાં

શ્રીલંકા ક્રિકેટમાં સરકારની દરમ્યાનગીરી વધી જતાં આઇસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું એના ૧૧ દિવસ બાદ ગઈ કાલે જાન્યુઆરીનો અન્ડર-19 વર્લ્ડ કપ શ્રીલંકામાંથી રદ કરીને સાઉથ આફ્રિકામાં રાખવાનું એલાન કર્યું હતું. ૨૦૨૦નો અન્ડર-19 વિશ્વકપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો, જેમાં બંગલાદેશે ભારતને હરાવીને પહેલી વાર ટ્રોફી જીતી લીધી હતી. દરમ્યાન આઇસીસીએ શ્રીલંકાના ક્રિકેટર્સને તેમનું બોર્ડ સસ્પેન્ડ થયું હોવા છતાં ઇન્ટરનૅશનલ ઇવેન્ટ‍્સમાં ભાગ લેવાની છૂટ આપી છે.

ગુલ ફાસ્ટ બોલિંગ કોચ અને અજમલ સ્પિન કોચ નિયુક્ત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઉમર ગુલને પાકિસ્તાનની ટીમના ફાસ્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ભૂતપૂર્વ સ્પિનર સઈદ અજમલની સ્પિન બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાનની આગામી સિરીઝ ૧૪ ડિસેમ્બરથી ઑસ્ટ્રેલિયા સામે (ટેસ્ટ-શ્રેણી) રમાશે.

u-19 world cup south africa sri lanka cricket news sports sports news pakistan australia