10 January, 2023 02:01 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
૧૬ જાન્યુઆરીએ મેલબર્નમાં શરૂ થનારી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપન માટે આયોજકોએ નિયમ બનાવ્યો છે, જેમાં ખેલાડીઓએ કોવિડ-ટેસ્ટ નહીં કરાવવી પડે. બીજી રીતે કહીએ તો કોઈ પ્લેયર કોવિડ-પૉઝિટિવ હોય છતાં આ સ્પર્ધામાં રમી શકશે.
ટુર્નામેન્ટના ડિરેક્ટર ક્રેગ ટિલેએ એક વેબસાઇટને કહ્યું હતું કે ‘અમે તમામ ખેલાડીઓને તેમ જ અમારા ૧૨,૦૦૦ સ્ટાફ-મેમ્બર્સને કહી દીધું છે કે જો તમારી તબિયત સારી ન હોય તો ઘરમાં જ રહેજો. જોકે અમારો નિયમ ક્રિકેટથી અલગ નથી. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાનો બૅટર મૅટ રેન્શો કોવિડ-પૉઝિટિવ હોવા છતાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં રમ્યો હતો. અમારી ટુર્નામેન્ટમાં પણ ખેલાડીઓ કોવિડ-પૉઝિટિવ હોવા છતાં રમી શકશે. હા, તબિયત સારી ન હોય તો તેમણે બહાર જ ન નીકળવું એવું અમે તેમને કહ્યું છે.’