09 June, 2024 09:34 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
પૅરિસનો આઇફલ ટાવર ઑલિમ્પિક રિંગ્સથી સુશોભિત થયો
૨૬ જુલાઈથી પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક્સ ગેમ્સ માટે ૫૦ દિવસ પહેલાં વિશ્વપ્રસિદ્ધ આઇફલ ટાવર પર ઑલિમ્પિક રિંગ્સ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. રીસાઇકલ કરેલા સ્ટીલથી બનેલો ઑલિમ્પિક્સનો લોગો સીન નદીની સામેની તરફ મૂકવામાં આવ્યો છે. ૩૦ ટન વજનની આ રિંગ્સ આઇફલ ટાવરના પહેલા અને બીજા માળની વચ્ચે બે મોટી ક્રેનની મદદથી મૂકવામાં આવી છે. ઑલિમ્પિક્સ સમયે યજમાન દેશના પ્રતિષ્ઠિત સ્થળ પર આ રિંગ્સ મૂકવામાં આવે છે.