પોઇસર જિમખાનામાં બીજી ડિસેમ્બરથી યોજાશે ઉત્તર મુંબઈ ક્રીડા મહોત્સવ

28 November, 2023 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંસદસભ્ય ગોપાલ શેટ્ટીની આગેવાનીમાં અને તેમના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સ્પોર્ટ‍્સ ફેસ્ટિવલમાં કુલ ૨૧ રમતોમાં અનેક હરીફાઈઓ થશે.

પ્રતીકાત્મક તસવીર

ખેલકૂદમાં ભારતને સુપરપાવર બનાવવાના આપણા પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરાઈને, તાજેતરની એશિયન ગેમ્સમાંના ભારતના ૧૦૭ મેડલના ઐતિહાસિક પર્ફોર્મન્સથી ઉત્સાહિત થઈને તેમ જ ગોવા ખાતે તાજેતરમાં મહારાષ્ટ્ર ૨૨૮ મેડલ સાથે જેમાં પ્રથમ ક્રમાંકે આવ્યું એ ૩૭મી નૅશનલ ગેમ્સની શાનદાર સફળતાથી આકર્ષાઈને કાંદિવલી-પશ્ચિમનું પોઇસર જિમખાના આગામી ૨થી ૧૦ ડિસેમ્બર દરમ્યાન ઉત્તર મુંબઈ ક્રીડા મહોત્સવ યોજશે. સંસદસભ્ય ગોપાલ શેટ્ટીની આગેવાનીમાં અને તેમના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સ્પોર્ટ‍્સ ફેસ્ટિવલમાં કુલ ૨૧ રમતોમાં અનેક હરીફાઈઓ થશે. આ રમતોત્સવમાં યુવા, આશાસ્પદ સ્પોર્ટ‍્સ સ્ટાર્સને (સ્કૂલ-કૉલેજોના વિદ્યાર્થીઓને) પોતાની ટૅલન્ટ બતાવવા બહુ સારું પ્લૅટફૉર્મ મળશે.

૨૧ વર્ષથી યોજાતા આ રમતોત્સવમાં ગયા વર્ષે ૮૧૨૯ ઍથ્લીટ‍્સે ભાગ લીધો હતો. આ વખતે પણ તમામ સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ‍્સને ભાગ લેવાની વિનંતી કરવામાં આવી છે. આર્ચરી, ઍથ્લેટિક્સ, બૉક્સિંગ, ચેસ, કૅરમ, બૅન્ડ, બાસ્કેટબૉલ, ફેન્સિંગ, ફુટબૉલ, જિમ્નૅસ્ટિક્સ, હૅન્ડબૉલ, માર્ચ પાસ્ટ, સ્કેટિંગ, કબડ્ડી, સ્વિમિંગ, કરાટે, ટેબલ ટેનિસ, મલખંભ, વૉલીબૉલ અને યોગાસનમાં સ્પર્ધાઓ યોજાશે. બૉય્સની ૩૦-૩૦ ઓવરની ક્રિકેટસ્પર્ધા શરૂ થઈ ચૂકી છે અને બીજી ડિસેમ્બરે ફાઇનલ રમાશે.

હરીફાઈઓ માટે નામ રજિસ્ટર કરવા વિશેની વિગતો આ મુજબ છેઃ મોબાઇલ-૯૦૮૨૧ ૪૪૪૧૮, ૨૮૦૮ ૭૪૯૮, ૨૮૦૮ ૭૪૯૯.

ઈ-મેઇલઃ poinsurgymkhana@gmail.com

sports news things to do in mumbai whats on mumbai narendra modi