નીતા અંબાણી ‘સ્પોર્ટ‍્સ લીડર ઑફ ધ યર - ફીમેલ’ અવૉર્ડથી સન્માનિત

05 December, 2023 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ખેલકૂદમાં ભાગ લેનારાઓને મૉટિવેટ કરવામાં ઉમદા આગેવાની બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે

નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીને ગઈ કાલે સાંજે દિલ્હીમાં સીઆઇઆઇ સ્કોરકાર્ડ-૨૦૨૩ ઇવેન્ટમાં ‘સ્પોર્ટ‍્સ લીડર ઑફ ધ યર - ફીમેલ’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારતીય ખેલકૂદમાં ભાગ લેનારાઓને મૉટિવેટ કરવામાં ઉમદા આગેવાની બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે તેમ જ તેમના ફાઉન્ડેશનને ‘બેસ્ટ કૉર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ‍્સ ઇન ઇન્ડિયા’ અવૉર્ડ અપાયો છે. નીતા અંબાણીએ બન્ને પુરસ્કાર સ્વીકારતી વખતે બેહદ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યાં હતાં.

reliance nita ambani mukesh ambani sports news