30 April, 2023 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાત્વિક-ચિરાગ એશિયા ચૅમ્પિયનશિપની ફાઇનલમાં
સાત્વિક-ચિરાગ એશિયા ચૅમ્પિયનશિપની ફાઇનલમાં
દુબઈમાં રમાઈ રહેલી બૅડ્મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપની ડબલ્સની ફાઇનલમાં પહોંચનાર સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ નવો ઇતિહાસ રચ્યો હતો. અગાઉ ૧૯૬૫માં આ સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં દિનેશ ખન્ના પહોંચ્યો હતો તેમ જ ગોલ્ડ જીત્યો હતો. ભારતીય જોડીની મૅચ ટોક્યોમાં રમાયેલી ઑલિમ્પિક્સ ચૅમ્પિયન્સ તાઇપેના લી યૅન્ગ અને વૅન્ગ ચી લિન વચ્ચે હતી, પરંતુ સેમી ફાઇનલમાં સેકન્ડ ગેમ વચ્ચે આ જોડીએ રિટાયર થવાનો નિર્ણય લીધો હતો. જો આ જોડી જીતી જાય તો મેન્સ ડબલ્સની કૅટેગરીમાં પહેલો ગોલ્ડ ભારત માટે જીતશે. ૧૯૬૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી માત્ર એક જ ગોલ્ડ ૧૯૬૫માં જીત્યું છે.
રોહિતને આરામ કરવા જણાવાયું નથી ઃ બાઉચર
મુંબઈની ટીમના કોચ માર્ક બાઉચરે કહ્યું હતું કે ‘ટીમના કૅપ્ટન રોહિત શર્માને આઇપીએલમાંથી આરામ કરવા માટે કહેવામાં આવ્યું નથી, પરંતુ જો રોહિત કહેશે તો આ વિશે અમે વિચાર કરીશું.’ દરમ્યાન સુનીલ ગાવસકરે સૂચન કર્યું હતું કે મુંબઈ અને ભારતીય ટીમના કૅપ્ટન રોહિતે લંડનના ધ ઓવલ ખાતે ૭થી ૧૧ જૂન દરમ્યાન ઑસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે જાતને ફ્રેશ રાખવા આઇપીએલમાંથી બ્રેક લેવો જોઈએ.
ઈસીબીના સલાહકારપદેથી સ્ટ્રોસનું રાજીનામું
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના સ્ટ્રૅટેજિક ઍડ્વાઇઝર અને પર્ફોર્મન્સ ક્રિકેટ કમિટીના ચૅરમૅન તરીકેના પદ પરથી રાજીનામું આપવાનો ઍન્ડુ સ્ટ્રોસે નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અગાઉ ૨૦૧૫થી ૨૦૧૮ દરમ્યાન ઇંગ્લૅન્ડ મેન્સ ક્રિકેટના ડિરેક્ટરપદે પણ હતા. સપ્ટેમ્બર ૨૦૨૦થી તેમણે નવી ભૂમિકા અપનાવી હતી.