News In Shorts: F1 ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ જીત્યો વર્સ્ટેપ્પન

03 April, 2023 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાત વાર વર્લ્ડ ચૅમ્પિયન બનનાર લુઇસ હૅમિલ્ટન બીજા નંબરે અને ફર્નાન્ડો અલોન્ઝો ત્રીજા નંબરે આવ્યો હતો.

મૅક્સ વર્સ્ટેપ્પન

F1 ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ જીત્યો વર્સ્ટેપ્પન

મેલબર્નથી મળતા પી. ટી. આઇ.ના અહેવાલ મુજબ રેડ બુલના મૅક્સ વર્સ્ટેપ્પને ગઈ કાલે પહેલી વાર F1 ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ સ્પર્ધા જીતી લીધી હતી. હરીફાઈ દરમ્યાન છેલ્લા તબક્કામાં કેટલાક સ્પર્ધકોની કારને અકસ્માત નડતાં બાકીના હરીફો માટે જીતવું સંઘર્ષભર્યું થઈ ગયું હતું અને એમાં વર્સ્ટેપ્પન જીત્યો હતો. સાત વાર વર્લ્ડ ચૅમ્પિયન બનનાર લુઇસ હૅમિલ્ટન બીજા નંબરે અને ફર્નાન્ડો અલોન્ઝો ત્રીજા નંબરે આવ્યો હતો.

અમદાવાદ સહિત ચાર સ્થળે બૅનર પર બૅન

અમદાવાદ તેમ જ દિલ્હી, મોહાલી, હૈદરાબાદના સ્ટેડિયમમાં આઇપીએલની મૅચ જોવા આવતા પ્રેક્ષકો પોતાની સાથે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) તથા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ને લગતા કોઈ પણ પ્રકારના બૅનર નહીં લાવી શકે એવી ખાસ ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. સીએએનો કાયદો અફઘાન, બંગલાદેશ, પાકિસ્તાન જેવા ઇસ્લામી દેશોમાંના સિખ, પારસી, જૈન, બૌદ્ધ જેવા લઘુમતીના લોકોને ભારતીય નાગરિકત્વ અપાવવા સંબંધમાં છે. 

શ્રીલંકાએ સુપરઓવરમાં મેળવી રોમાંચક જીત

ઑકલૅન્ડમાં ગઈ કાલે પ્રથમ ટી૨૦માં શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ ટાઇ થયા પછીની સુપરઓવરમાં વિજય મેળવીને ૧-૦થી સરસાઈ લીધી હતી. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૬ રન બનાવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૬ રન બનાવતાં મૅચ ટાઇ થઈ હતી. સુપરઓવરમાં ન્યુ ઝીલૅન્ડે બે વિકેટે ૮ રન બનાવ્યા પછી શ્રીલંકાની ઇનિંગ્સમાં અસલન્કાએ મિલ્નના બીજા બૉલમાં છગ્ગો માર્યા બાદ ત્રીજા બૉલ કે જે નો બૉલ હતો એમાં કુલ પાંચ રન બનતાં શ્રીલંકાનો ત્યાં જ વિજય નક્કી થઈ ગયો હતો.

sports news sports cricket news t20 nrc ipl 2023 formula one australia sri lanka new zealand