ન્યુઝ શોર્ટમાં : જુડોમાં ભારતની તુલિકા ૧૫ સેકન્ડમાં જીત્યા પછીનો મુકાબલો હારી

27 September, 2023 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅડ‍્મિન્ટનની વર્લ્ડ જુનિયર સ્પર્ધામાં ભારતનો વિજયી પ્રારંભ અને વધુ સમાચાર

તુલિકા માન

જુડોમાં ભારતની તુલિકા ૧૫ સેકન્ડમાં જીત્યા પછીનો મુકાબલો હારી

દિલ્હીની પચીસ વર્ષની તુલિકા માન ગઈ કાલે ચીનની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની જુડોની હરીફાઈમાં મૉન્ગોલિયાની અમરાઇખાન આદિયાસુરેન સામે +૭૮ કિલો વર્ગની ઇવેન્ટમાં ૦-૧૦થી હારી ગઈ હતી. જો તુલિકા જીતી હોત તો તે ઓછામાં ઓછો બ્રૉન્ઝ મેડલ લઈને ભારત પાછી ફરી હોત. તુલિકાએ મકાઉની સ્પર્ધકને ૧૫ સેકન્ડમાં ૧૦-૦થી હરાવ્યા બાદ ક્વૉર્ટરમાં જપાનની સ્પર્ધક સામે હારી ગઈ હતી, પરંતુ ક્વૉર્ટરની પરાજિત પ્લેયરને એ પછીના રેપશાઝ રાઉન્ડમાં જીતીને આગળ જવાનો મોકો હતો. તુલિકાએ રેપશાઝ રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપેઇની જિઆ વેન ત્સાઇને ૧૦-૦થી હરાવી હતી, પરંતુ બ્રૉન્ઝ માટેના પ્લે-ઑફમાં તુલિકા હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

મને મદદ કરનારાઓને સિલ્વર અર્પણઃ નેહા ઠાકુર

ચીનની એશિયન ગેમ્સમાં ભારતને નૌકા હરીફાઈમાં સિલ્વર મેડલ અપાવનાર નેહા ઠાકુરે આ ચંદ્રક પોતાને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી તેમ જ દેશ માટે મેડલ જીતવા સુધીના લેવલ સુધી પહોંચાડનાર તમામને અર્પણ કર્યો હતો. મધ્ય પ્રદેશની ખેડુતપુત્રી નેહા અન્ડર-17 ગર્લ્સ માટેની ડિન્ગી-આઇએલસીએ4 કૅટેગરીમાં રજત જીતી હતી. તેણે એ સાથે સેઇલિંગની રમતમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. થાઇલૅન્ડની નૅટ‍્થાફૉન્ગ ૧૬ પૉઇન્ટ સાથે ગોલ્ડ જીતી હતી. નેહાના ૨૭ અને ત્રીજા નંબરની સિંગાપોરની કિયેરાના ૨૮ પૉઇન્ટ હતા. પુરુષોમાં વિન્ડસર્ફર આરએસઃએક્સ ઇવેન્ટમાં ભારતનો ઇબાદ અલી બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

દિવ્યાંશ-રમિતા શૂટિંગમાં બ્રૉન્ઝ ચૂક્યાં

એશિયન ગેમ્સમાં ગઈ કાલે ભારતના દિવ્યાંશ પન્વાર અને રમિતા જિન્દલની જોડીનો ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સાઉથ કોરિયાની ટીમ સામેના બ્રૉન્ઝ મેડલ માટેના મુકાબલામાં ભારે રસાકસી બાદ ૧૮-૨૦થી પરાજય થયો હતો.

ગુમ થયેલી ખેલાડી સહિત ત્રણ નિરાશ પ્લેયર અરુણાચલ પાછી આવી

માર્શલ આર્ટની રમત વુશુની સ્પર્ધા માટે ચીન ન જવા મળ્યા બાદ અરુણાચલ પ્રદેશની ત્રણ મહિલા ખેલાડી નિરાશા સાથે રાજ્યમાં પાછી આવી ગઈ છે. તેમણે ચીન જવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ અરુણાચલને પોતાનો પ્રદેશ માનતા ચીને તેમને સ્ટેપલ્ડ વિઝા આપતાં ભારતે વિરોધ કર્યો હતો અને ત્રણેય પ્લેયરને ચીન નહોતી મોકલી. ત્રણમાંની એક પ્લેયર મેપુન્ગ લામ્ગુ ચીનનો પ્રવાસ ન થતાં થોડા કલાક સુધી સંપર્કની બહાર થઈ ગઈ હતી, જેને લીધે તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે પોતે સ્પોર્ટ‍્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની હૉસ્ટેલમાં પહોંચી ગઈ હોવાનું કહીને બધાને ચિંતામુક્ત કર્યા હતા.

કોને મળ્યા કેટલા મેડલ?

એશિયબ ગેમ્સમાં કોને કેટલાં મેડલ મળ્યા છે તેના પર એક નજર...

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રૉન્ઝ

કુલ

ચીન

૫૩

૨૯

૧૩

૯૫

સાઉથ કોરિયા

૧૪

૧૬

૧૯

૪૯

જપાન

૨૦

૧૯

૪૭

ઉઝબેકિસ્તાન

૧૧

૨૨

હૉન્ગકૉન્ગ

૧૦

૧૯

ભારત

૧૪

ઇન્ડોનેશિયા

ચીની તાઇપેઇ

થાઇલૅન્ડ

ઈરાન

૧૦

 

બૅડ‍્મિન્ટનની વર્લ્ડ જુનિયર સ્પર્ધામાં ભારતનો વિજયી પ્રારંભ

અમેરિકાના સ્પોકેનમાં ભારતે સોમવારે બૅડ‍્મિન્ટનની વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં કુક આઇલૅન્ડ‍્સને ૫-૦થી કચડીને વિજયી પ્રારંભ કર્યો હતો. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મેળવવામાં આવેલી આ જીતમાં જે ખેલાડીઓનાં યોગદાન હતાં એમાં સાત્ત્વિક રેડ્ડી કાનાપુરમ, વૈષ્ણવી ખાડકેકર, આયુષ શેટ્ટી, તારા શાહ, નિકોલસ, તુષાર, રાધિકા શર્મા, તન્વી શર્માનો સમાવેશ હતો. ભારતે ૮ ઑક્ટોબર સુધી ચાલનારી આ સ્પર્ધામાં ૧૬ ખેલાડી મોકલ્યા છે.

sports sports news asian games badminton news india arunachal pradesh