ન્યુઝ શોર્ટમાં : સ્વૉન્ટેકને ફરી વર્લ્ડ નંબર-વન બનવાની સુવર્ણ તક

07 November, 2023 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેજન્ડ‍્સ લીગ ટ્રોફીની વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશભરમાં મુસાફરી અને વધુ સમાચાર

ઇગા સ્વૉન્ટેક

સ્વૉન્ટેકને ફરી વર્લ્ડ નંબર-વન બનવાની સુવર્ણ તક

પોલૅન્ડની વર્લ્ડ નંબર-ટૂ ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેક રવિવારે મેક્સિકોની સેમી ફાઇનલમાં નંબર-વન અરીના સબાલેન્કાને ૬-૩, ૬-૨થી હરાવીને પહેલી વાર ડબ્લ્યુટીએ ફાઇનલ્સ ટુર્નામેન્ટ જીતવાની તૈયારી કરી રહી હતી. બાવીસ વર્ષની સ્વૉન્ટેકને ફાઇનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને હરાવીને ફરી વર્લ્ડ નંબર-વન બનવાનો બહુ સારો મોકો હતો. આ ટુર્નામેન્ટમાં બન્ને ફાઇનલિસ્ટ રાઉન્ડ-રૉબિન મૅચોમાં અપરાજિત રહી હતી. ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી સ્વૉન્ટેક ગઈ કાલ પહેલાં સતત ૧૦ મૅચ જીતી ચૂકી હતી, જ્યારે પેગુલાને નામે સળંગ ૯ વિજય હતા. એકંદરે થયેલા વન-ટુ-વન મુકાબલાઓમાં પેગુલા સામે સ્વૉન્ટેક ૫-૩થી આગળ છે.

ફુટબૉલરે પિતાને છોડી મૂકવા ગેરીલા ગ્રુપને કરી વિનંતી

બેલ્જિયમ અને નેધરલૅન્ડ‍્સનો ૨૬ વર્ષનો F1 (ફૉર્મ્યુલા વન) વર્લ્ડ ચૅમ્પિયન મૅક્સ વર્સ્ટેપ્પન રવિવારે સાઓ પાઉલોમાં બ્રાઝિલ ગ્રાં પ્રિ પણ જીતી ગયો હતો. રેસ દરમ્યાન એક તબક્કે તે સર્જિયો પરેઝ અને ફર્નાન્ડો અલૉન્ઝો વચ્ચેની તીવ્ર હરીફાઈ થોડી ક્ષણો સુધી જોઈ રહ્યો હતો ત્યારે પોતાના ટ્રૅકની બહાર ફેંકાઈ જવાની તૈયારીમાં હતો, પણ તે સાવધ થઈ ગયો અને રેસમાં આગળ વધ્યો હતો. વર્સ્ટેપ્પનની સીઝનની આ ૧૭મી જીત હતી. તેણે આ રેસ ૧ઃ૫૬ઃ૪૮.૮૯૪ના ટાઇમિંગમાં પૂરી કરીને સૌથી વધુ પચીસ પૉઇન્ટ મેળવ્યા હતા. બીજા નંબરે આવેલો લૅન્ડો નૉરિસ તેનાથી ૮.૨૭૭ સેકન્ડ અને થર્ડ નંબરનો અલૉન્ઝો ૩૪.૧૫૫ સેકન્ડ પાછળ રહી ગયો હતો.

વર્સ્ટેપ્પન અકસ્માત ટાળીને જીત્યો સીઝનની ૧૭મી F1 રેસ

લેજન્ડ‍્સ લીગ ટ્રોફીની વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશભરમાં મુસાફરી

ભારતમાં ૧૮ નવેમ્બરે નિવૃત્ત અને હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમતા ખેલાડીઓની લેજન્ડ‍્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે અને એ પહેલાં ૮ નવેમ્બરે આ સ્પર્ધાની ટ્રોફીને વંદે ભારત એક્સપ્રેસમાં રાખીને વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રચાર તથા આ ટુર્નામેન્ટના પ્રમોશન માટે લઈ જવામાં આવશે. ઇરફાન પઠાણ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, ક્રિસ ગેઇલ, કેવિન પીટરસન, શ્રીસાન્ત, શેન વૉટ‍્સન, પાર્થિવ પટેલ, ઝુલન ગોસ્વામી વગેરે જાણીતા ખેલાડીઓ વારાફરતી આ એક્સપ્રેસમાં ટ્રોફી સાથે પ્રવાસ કરશે.

sports sports news