જૉકોવિચ હાર્ડ, ક્લે, ગ્રાસ કોર્ટ પર ટાઇટલ જીતનારો પ્રથમ પ્લેયર

04 October, 2022 01:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષના જૉકોવિચનું ૨૦૨૨નું આ ત્રીજું અને કરીઅરનું ૮૯મું ટાઇટલ છે.

જૉકોવિચ

જૉકોવિચ હાર્ડ, ક્લે, ગ્રાસ કોર્ટ પર ટાઇટલ જીતનારો પ્રથમ પ્લેયર

ટેનિસની વર્તમાન સીઝનમાં હાર્ડ કોર્ટ, ક્લે કોર્ટ અને ગ્રાસ કોર્ટ પર ટાઇટલ જીતનારો જૉકોવિચ પહેલો ખેલાડી બન્યો છે. સર્બિયાના આ વર્લ્ડ નંબર-સેવન ખેલાડીએ રવિવારે ઇઝરાયલમાં હાર્ડ કોર્ટ પરની તેલ અવીવ ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં ક્રોએશિયાના મારિન સિલિચને ૬-૩, ૬-૪થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ૩૫ વર્ષના જૉકોવિચનું ૨૦૨૨નું આ ત્રીજું અને કરીઅરનું ૮૯મું ટાઇટલ છે.

બોપન્ના બાવીસમું ટાઇટલ જીત્યો

ભારતનો ટોચનો ડબલ્સ ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને નેધરલૅન્ડ્સનો મૅટ્વે મિડલકૂપ રવિવારે જોડીમાં પ્રથમ એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) ટાઇટલ જીત્યા હતા. તેમણે તેલ અવીવ ઓપનની ફાઇનલમાં સૅન્ટિઆગો ગૉન્ઝાલેઝ અને ઑન્ડ્રેસ મૉલ્ટેનીની જોડીને ૬-૨, ૬-૪થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. બોપન્નાનું વર્તમાન સીઝનનું આ ત્રીજું અને કરીઅરનું બાવીસમું ટાઇટલ છે.

વર્લ્ડ ટીટીમાં ભારતની મેન્સ, વિમેન્સ ટીમ જીતી

ચીનના ચેન્ગડુમાં રમાતી વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ભારતની મેન્સ ટીમે ગ્રુપ-ટૂમાં કઝાખસ્તાનને ૩-૨થી હરાવીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. જી. સાથિયાન ભારતીય ટીમનો લીડર છે અને ટીમમાં હરમીત દેસાઈ તથા માનવ ઠક્કરનો પણ સમાવેશ છે. ભારતીય પુરુષ ટીમે હવે નૉકઆઉટમાં પહોંચવા ફ્રાન્સને હરાવવું પડશે. મહિલા વર્ગમાં જર્મની સામેના પરાજય બાદ ભારતીય ટીમે ઇજિપ્તને ૩-૧થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

novak djokovic tennis news sports news sports