11 November, 2022 01:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
માઇકલ શૂમાકર
જર્મનીના ફૉર્મ્યુલા-વન લેજન્ડ માઇકલ શૂમાકરની ફરારી (એફ૨૦૦૩-જીએ) સ્વિટ્ઝરલૅન્ડની હરાજીમાં ૧૩ મિલ્યન સ્વિસ ફ્રાન્ક (અંદાજે ૧૦૮.૭૪ કરોડ રૂપિયા) ઊપજ્યા છે. આ ફૉર્મ્યુલા-વન રેસિંગ કાર-ડ્રાઇવરની જેટલી પણ સફળ કાર છે એમાંની આ એક છે. એક અજાણ્યા ખરીદનારે ટેલિફોન પરની બિડ દ્વારા આ કાર સૌથી ઊંચા ભાવે ખરીદી હતી. ઑક્શન શરૂ થયા બાદ આ કારની બોલીમાં ભાવ ૧૦ મિલ્યન ફ્રાન્કને પાર થયો કે પંદર જ મિનિટની અંદર સૌથી ઊંચા ભાવની બિડ અપાઈ હતી અને એનાથી કોઈ પણ બિડ વધુ ન હોવાથી આ ખરીદનારને કારની માલિકી સોંપાઈ હતી.
‘ચૉકર્સ’ તરીકેની છાપ ધરાવતું સાઉથ આફ્રિકા મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નૉકઆઉટમાં કે નૉકઆઉટની નજીક પહોંચ્યા પછી પાણીમાં બેસી જાય છે અને આ વખતના ટી૨૦ વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સ સામેના શૉકિંગ પરાજયને લીધે એ સેમી ફાઇનલથી વંચિત રહી ગયું એ વિશે સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ આ પતનનાં કારણો તપાસશે. આવતા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં છેલ્લી ઘડીએ ફસકી પડવાની કચાશ કેવી રીતે દૂર કરવી એની પણ સમીક્ષા કરાશે.