04 September, 2022 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુશ ભગત (જમણે) ભારતનો નંબર-થ્રી ખેલાડી બની ગયો છે.
મુંબઈનનો ૧૩ વર્ષનો ચેસ-સ્ટાર કુશ કરણ ભગત ૨૩૦૨ના ઊંચા ફિડ રેટિંગ સાથે નવો ફિડે માસ્ટર બન્યો છે અને થોડા સમયમાં દેશના નવા ગ્રૅન્ડમાસ્ટર (જીએમ) તરીકે તેમ જ વિશ્વના સૌથી યુવાન ગ્રૅન્ડમાસ્ટર્સમાં તેનું નામ જોવા મળી શકે. આઠમા ધોરણમાં ભણતો કુશ તાજેતરમાં વિશ્વના ટોચના ૨૦ યંગ ચેસ પ્લેયર્સના લિસ્ટમાં આવી ગયો છે અને તેના ગ્રુપમાં ભારતનો નંબર-થ્રી ખેલાડી પણ બન્યો છે. ગયા મહિને તેણે ૫૦૦ ઈએલઓ પૉઇન્ટ મેળવ્યા હતા.
મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ ચેસ અસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી નાગેશ ગટ્ટુલાના જણાવ્યા મુજબ ફ્ક્ત ૧૦ વર્ષની નાની ઉંમરે ગ્રૅન્ડમાસ્ટરને હરાવવાની સિદ્ધિ ધરાવનાર કુશના નામે એક સત્તાવાર એશિયન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય તરીકેનો રેકૉર્ડ પણ છે.