બ્રાહ્મણ સમાજની બૅડ‍્મિન્ટન સ્પર્ધા શરૂઆતથી છેક સુધી રોમાંચક રહી

05 April, 2023 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ વર્ષથી ૫૫ વર્ષ સુધીની વય આધારિત વિવિધ વર્ગની શરૂઆતથી અંત સુધીની મૅચો રોમાંચક બની હતી. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારિશી સ્પોર્ટ્સ અસોસિએશન (ટીએમબીબીએસએ) દ્વારા તાજેતરમાં પહેલી વાર આયોજિત બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ૮૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૧૬ વર્ષથી ૫૫ વર્ષ સુધીની વય આધારિત વિવિધ વર્ગની શરૂઆતથી અંત સુધીની મૅચો રોમાંચક બની હતી. 

મુલુંડમાં કાલિદાસ બૅડ્મિન્ટન કોર્ટ ખાતે સમાજ સ્તરે યોજાયેલી આ ટુર્નામેન્ટ જોવા આવેલા સમાજના અગ્રણીઓ તથા અન્ય મહેમાનોએ પ્લેયર્સના પર્ફોર્મન્સિસને ભરપૂર માણ્યા હતા. ચારેય ફાઈનલ પણ એક્સાઈટિંગ બની હતી.

કયા વર્ગની ફાઇનલમાં કોણ વિજયી?

(૧) વિમેન અન્ડર-40 : અર્ચિતા ઉપાધ્યાય (ધોલવાણી)નો દેવાંશી પંડ્યા (પેઢમાલા) સામે ૧૧-૭. ૧૧-૫ (બે સેટ)થી વિજય.
(૨) વિમેન અબોવ-40 : ઉર્વી પંડ્યા (પુનાસણ)નો હેતલ ઠાકર (વાંકાનેર) સામે ૨૧-૧૦, ૨૧-૧૫ (બે સેટ)થી વિજય.
 (૩) મેન અન્ડર-40 : હરિત પંડ્યા (પેઢમાલા)નો ખુશ ઠાકર (વાંકાનેર) સામે ૨૧-૧૧, ૨૧-૩ (બે સેટ)થી વિજય.
(૪) મેન અબોવ-40 : નીલેશ ઉપાધ્યાય (પેઢમાલા)નો દક્ષેશ પંડ્યા (પેઢમાલા) સામે ૧૧-૯, ૧૧-૬થી વિજય.

sports news sports badminton news