08 December, 2022 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચાનુ કાંડાની ઈજા છતાં વિશ્વસ્પર્ધામાં જીતી સિલ્વર
ભારતની ટોચની વેઇટલિફ્ટર ડાબા કાંડામાં થયેલી ગંભીર ઈજા છતાં મંગળવારે રાતે કોલમ્બિયામાં વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ્સમાં ૪૯ કિલોગ્રામ વર્ગમાં બીજા નંબરે આવતાં સિલ્વર મેડલ જીતી હતી. તેણે કુલ ૨૦૦ કિલો વજન ઊંચક્યું હતું. એમાં ૮૭ કિલો સ્નૅચમાં અને ૧૧૩ કિલો ક્લીન ઍન્ડ જર્કમાં ઊંચકેલા વજનનો સમાવેશ હતો. ૨૦૧૭માં તે ગોલ્ડ મેડલ જીતી હતી. મંગળવારે ચીનની જિઆન્ગ હુઇહુઆએ કુલ ૨૦૬ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો, જ્યારે ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સની ચૅમ્પિયન અને ચીનની જ હોઉ ઝીહુઇએ ૧૯૮ કિલો વજન સાથે બ્રૉન્ઝ મેળવ્યો હતો.