13 December, 2021 03:07 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
મૅક્સ વર્સ્ટેપ્પેન
બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સનું નાગરિકત્વ ધરાવતા એફ-વન કાર રેસ-ડ્રાઇવર મૅક્સ વર્સ્ટેપ્પેને ગઈ કાલે રોમાંચક અને વિવાદાસ્પદ સંજોગોમાં અબુ ધાબી ગ્રાં પ્રીમાં ચૅમ્પિયન થવાની સાથે પોતાની પ્રથમ ફૉર્મ્યુલા-વન વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. તેણે રેડ બુલ વતી ભાગ લઈને મર્સિડીઝના લુઇસ હૅમિલ્ટનને પરાજિત કરી તેને વિક્રમજનક આઠમું એફ-વન ટાઇટલ જીતવાથી વંચિત રાખ્યો હતો. આ એક્સાઇટિંગ રેસના પ્રથમ લૅપમાં જ વિવાદ થયો હતો. ૫૪મા લૅપમાં નિકોલસ લૅટિફી સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયા બાદ ૨૪ વર્ષના વર્સ્ટેપ્પેને સેકન્ડ સેફ્ટી કારનો લાભ લઈ પૉઇન્ટ્સમાં પોતાની બરાબરીમાં રહેલા બ્રિટનના હૅમિલ્ટનને ઓવરટેક કરી દીધો હતો. હૅમિલ્ટન જૂનાં અને હાર્ડ ટાયરને કારણે જોઈએ એવું પર્ફોર્મ નહોતો કરી શક્યો.