મનુ ભાકરે ટીકાકારોનાં મોં બંધ કર્યાં

28 September, 2024 06:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોઈ લો મારી પાસે કેટલા મેડલ છે

મનુ ભાકર

ભારતની યુવા શૂટર મનુ ભાકરે ગયા મહિને પૅરિસ ઑલિ​મ્પિક્સમાં તેના ઐતિહાસિક પ્રદર્શન દ્વારા દેશને ગૌરવાન્વિત કર્યો હતો અને ૧૦ મીટર ઍર પિસ્ટલ અને ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. મનુ ભાકરને ગયા થોડા સમયથી ટ્રોલ કરવામાં આવતી હતી કે તે દરેક જગ્યાએ તેના મેડલ લઈને જાય છે. આથી તેણે પોતાના સોશ્યલ મીડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો છે, જેમાં તે તેના જીવનમાં જીતેલા તમામ મેડલોને ગર્વથી બતાવી રહી છે. એમાં તેણે પોતાની શૂટર બનવાની જર્ની પણ શૅર કરતાં લખ્યું છે કે ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું તેનું આજે પણ સપનું છે.

manu bhaker sports news sports paris olympics 2024 social media