બ્રાઝિલના મહાન ફુટબૉલર પેલેનો ૬૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો સ્પેનના લૅમિન યમાલે

17 July, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૅમિન યમાલને તેના સત્તરમી વર્ષગાંઠના એક દિવસ બાદ યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપનો બેસ્ટ યંગ પ્લેયર જાહેર કરવામાં આવ્યો હતો

લૅમિન યમાલ

સ્પેનની ફુટબૉલ ટીમના લૅમિન યમાલને તેના સત્તરમી વર્ષગાંઠના એક દિવસ બાદ યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપનો બેસ્ટ યંગ પ્લેયર જાહેર કરવામાં આવ્યો હતો. ૧૭ વર્ષ ૧ દિવસની ઉંમરે તે બ્રાઝિલના મહાન ફુટબૉલર પેલેનો ૬૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને ઇન્ટરનૅશનલ ટાઇટલ જીતનાર સૌથી યંગેસ્ટ ફુટબૉલર બની ગયો હતો. ૧૯૫૮માં ૧૭ વર્ષ ૨૪૯ દિવસની ઉંમરે પેલેએ વર્લ્ડ કપ ફાઇનલમાં જીત મેળવી હતી. લૅમિન યમાલ યુરો ચૅમ્પિયનશિપમાં રમનાર, ગોલ કરનાર અને ફાઇનલમાં રમનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો. આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને તે પોતાનો આઇડલ માને છે. તેણે તેની પ્રથમ યુરો ચૅમ્પિયનશિપમાં એક ગોલ કર્યો હતો અને ચાર અસિસ્ટ કર્યા હતા.

football pele spain england sports sports news